આરોગ્ય વેદ
શનિવારે અડદની દાળ કેમ ?? – આહાર વિશેનું એક અદ્ભુત વિજ્ઞાન વાંચવાનું ચૂકશો નહિ

શનિવારે અડદની દાળ કેમ ?? – આહાર વિશેનું એક અદ્ભુત વિજ્ઞાન વાંચવાનું ચૂકશો નહિ

શનિવાર એટ્લે હનુમાનજી મહારાજનો વાર, શનિવાર એટ્લે આપણી ગુજરાતી ભોજન પરંપરામાં બપોરે અડદની દાળ અને રોટલો ખાવાનો વાર. બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે. ટેસ્ટોરેરોન એક મેલ હાર્મોન છે, જે પુરુષોમાં વધુ હોય, સ્ત્રીઓમાં ખૂબ ઓછી માત્રામાં. સ્ત્રીઓમાં ટેસ્ટોટેરોનની માત્રા વધી જાય તો એમાં શારીરિક રીતે મર્દાના લક્ષણો આવી જાય, ઇવન સ્ત્રીઓને થોડી-થોડી મૂછ કે દાઢી દેખાય એવું બને. (સ્ત્રીઓમાં એસ્ટ્રોજન વધુ હોય, એ ફિમેલ હોર્મોન્સ છે. એ પુરુષોમાં ખૂબ ઓછો હોવો જોઈએ, એ પુરુષોમાં વધી જાય તો સ્ત્રીઓ જેવા શારીરિક લક્ષણો ખીલે.) આપણાં શરીરને સ્નાયુઓ-મસલ્સને જાળવવા કે વધુ મજબૂત બનાવવા માટે પ્રોટીનની સાથે-સાથે ટેસ્ટોટેરોનની જરૂર પડે જ. મસલ્સ મેઇનટેઇન કરવા કરતાં પણ ટેસ્ટોટેરોનની પ્રથમ જવાબદારી છે પુરુષોનું જાતિય જીવન(સેક્સ લાઈફ) તંદુરસ્ત રાખવું. ટેસ્ટોટેરોનની માત્રા ઘટતા જાતિય ઇચ્છાઓ પણ ઘટતી જાય છે. સૌનું શરીર પોતાની રીતે નેચરલી ઓછા-વધુ પ્રમાણમા ટેસ્ટોટેરોન બનાવતુ હોય છે. 17 થી 25 વર્ષની ઉમરમાં શરીર પુષ્કળ પ્રમાણમાં ટેસ્ટટેરોન બનાવતુ હોય છે. એમાં પણ આ ઉમરે ક્વોલિટી ઊંઘ લેતા-નિર્વ્યસની યુવાનોમાં આ માત્રા ઔર વધે છે. પછી ઉમર વધે એમ આ માત્રા ધીમે-ધીમે ઘટતી જાય.

જીમમાં જઈને બોડી બિલ્ડીંગ કરતાં જુવાનિયાઓ ટેસ્ટબુસ્ટરની ડબ્બીઓ લાવતા હોય છે. એનાથી તાત્કાલિક ફાયદો દેખાય પણ એ અમુક સમય લેવાથી શરીર નેચરલી જે ટેસ્ટટેરોન બનાવે છે એ પણ બનવવાનું ઓછું કરી દે અથવા બંધ કરી દેતું હોય છે. જે મુશ્કેલી સર્જે છે.

શરીર પોતે ટેસ્ટોટેરોન જેમ બનાવે છે એમ બનાવતુ રહે ઉપરાંત વધારાનું ટેસ્ટટેરોન બુસ્ટ કરી શકે એવો એકમાત્ર વિકલ્પ છે અડદ. કઠોળ અડદ શરીરની આ સાયકલને કોઈ ડિસ્ટર્બ કર્યા વિના ટેસ્ટોટેરોનને બુસ્ટ કરવાનો ગુણ ધરાવે છે. માટે સૌએ અડદ વીકમાં કમ સે કમ એકવાર ખાવા જોઈએ.

(સ્ત્રીઓએ પ્રમાણમા પુરુષોથી ઓછા અડદ ખાવા જોઈએ, પ્રેગનન્સી દરમિયાન આપણે ત્યાં સ્ત્રીઓએ અડદની વાનગીઓ ના ખાવી એવો રિવાજ છે, એની પાછળ પણ કારણ આ જ કે એ વધુ ખાવાથી ટેસ્ટ બુસ્ટ થાય અને આ મેલ હાર્મોન વધવાથી સ્ત્રીઓની નેચરલ સાયકલમાં અડચણ ઊભી થાય એવું બની શકે. ) આમ આપણે ત્યાં હનુમાનજી મહારાજ બલિષ્ઠ શરીરનું પ્રતિક પણ માનવામાં આવે છે. શનિવાર હનુમાનજીનો વાર છે. તો શનિવારે અડદની ખાવી એવું આપણી ભોજન પરંપરામાં ગોઠવાયું હશે.

અહી ફોટામાં થાળીમાં અડદની દાળ સાથે રાગીનો (નાગલી) રોટલો (રાગી કોઈપણ અનાજ કરતાં દસ ગણું કેલ્શિયમ ધરાવે છે. બાકી બધા અનાજ સો ગ્રામમાં 35-50 મિલિગ્રામ કેલ્શિયમ આપે છે તો રાગી એકમાત્ર એવું અનાજ છે જે સો ગ્રામમાં 350 મિલિગ્રામ કેલ્શિયમ આપે છે.) સાથે ભરેલા લીલા મરચાં અને ડુંગળી-લીંબુ (ડુંગળીને પણ આરબ દેશોમાં ટેસ્ટ બુસ્ટર માનવામાં આવે છે.) અને પૃથ્વીનું અમ્રુત છાશ…

આ થાળી આપણો દર શનિવાર બપોરનો ખોરાક. વર્ષે એકાદ-બે વાર જ આમાં ફેરફાર થાય.

આભાર: શ્રી કાનજીભાઈ મકવાણા

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!