March 13 Edition
ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં ખંભાતના અખાતમાં રમાયું હતું

ગુજરાતીઓનો ક્રિકેટ સાથેનો નાતો ખૂબજ પુરાણો છે. ભારતમાં પહેલીવાર ક્રિકેટની શરૃઆત ઇસ ૧૭૨૧માં ખંભાતના અખાતમાં થઇ હતી. બ્રિટીશ નાવિકો અને જહાજમાં સફર કરતા વેપારીઓ લાંબા પ્રવાસમાં સમય પસાર કરવાના સાધન તરીકે અવાર નવાર ક્રિકેટ રમતા હતા.જો કે એ સમયે ગિલ્લી દંડા પ્રકારની ક્રિકેટને મળતી આવતી રમત ભારતમાં પ્રચલિત હતી પરંતુ ક્રિકેટ અંગે કોઇ કશું જ જાણતું ન હતું. એ સમયે ગુજરાત મુંબઇનો ભાગ ગણાતું આથી ખંભાતની દરિયાઇ ઓળખ મુંબઇ સમુદ્રકાંઠા પાસે આવેલા કેમ્બે વિસ્તાર તરીકે થતી હતી.

ક્રિકેટના ઇતિહાસની અંગ્રેજોની નોધ મુજબ આ રીતે ભારતમાં ક્રિકેટનું પહેલું આગમન ગુજરાતમાં થયું હતું.ત્યાર પછી ભારતમાં ક્રિક્ેટના પ્રથમ ઇન્સ્ટીટયૂટ કલકત્તા ક્રિકેટ કલબની સ્થાપના ૧૭૯૨માં થઇ જેની ગણતરી આજે દુનિયાના સૌથી જુના ક્રિકેટ સંગઠનોમાં થાય છે. હાલમાં તે ક્રિકેટ એન્ડ ફુટબોલ કલબના નામથી ઓળખાય છે.

જો કે મુંબઇએ ભારતમાં ક્રિકેટના વિકાસનું પિયર ગણાય છે. ભારતમાં મુંબઇ ખાતે ૧૭૯૭માં ભારતમાં પહેલી વાર ક્રિકેટ મેચ શહેરના બે પારસી સમુદાયો વચ્ચે રમાઇ હતી.૧૮૪૮માં પારસીઓ એ ધ ઓરિએન્ટલ ક્રિકેટ કલબની મુંબઇમાં સ્થાપના કરી હતી.એ જમાનામાં વ્યાપાર,શિક્ષણથી માંડીને રમતજગત જેવા ઘરખમ ક્ષેત્રમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.અંગ્રેજોના શાસનમાં મુંબઇ બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું.

આ બોમ્બે પ્રેસિડેન્સીના ગર્વનર લોર્ડ હેરિસે ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપ્યું હતું. હેરિસ ઇગ્લેન્ડની ટીમના કેપ્ટન તથા ઇગ્લેન્ડ ક્રિકેટ કલબના અધ્યક્ષ રહી ચુકયા હોવાથી તેમનો ક્રિકેટમાં ખૂબજ રસ ધરાવતા હતા. તેમના નામ પરથી હેરિસ શિલ્ડ સ્કુલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતું.

આ ટુર્નામેન્ટે અનેક દિગ્ગજ ક્રિકેટરો આપ્યા છે જેમાં શારદાશ્રમ સ્કુલ વતી રમેલા સચિન તેન્ડુલરનો પણ સમાવેશ થાય છે. ઇ.સ ૧૯૦૭ સુધી મુંબઇમાં ક્રિકેટ પારસીઓ અને ગોરાઓ જ રમતા પરંતુ ધીમે ધીમે ધર્મ આધારિત બૌધ્ધ અને યહુદીઓના પણ ક્રિકેટ ગૃપ બન્યા જે અંદરો અંદર ક્રિકેટ ટીચ્યા કરતા હતા. ૧૯૧૨માં મુસલમાનોએ પણ પોતાની ટીમ તૈયાર કરીને રમવાનું શરૃ કર્યું હતું.

Share this Story

Related Posts

ભેળપુરી સમાચારપત્ર

ખટ-મીઠ્ઠી ભેળપુરી હવે સીધા તમારા મેઈલ પર મેળવો.

About Dharmesh Vyas

Dharmesh Vyas

Dharmesh Vyas is a Technocrat but Funny man originally from Rajkot and one of the most popular person on social media like Facebook by running few of his fun pages. Now living in Dubai and one of the co-hosts of this site, Dharmesh Vyas will be a great assert for Bhelpoori.Com in future.

તાજા લેખો

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એક કંસારાની દુકાન બહાર ફૂટપાથ પર વાસણો ભરેલો કોથળો જોયો ત્યારે…

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

ઓટીજી (ઓવન) અને માઈક્રોવેવ બંને વચ્ચે આ ફરક છે – ઘણાને ખબર જ નથી એ ચોંકી જશે

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

સ્પૅનમાં સાઈકલ રેસ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની સાઈકલમાં પંક્ચર થઈ ગયું ત્યારે…

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

જયારે કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની અને પછી…..

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

87 વર્ષીય આ પટલાણીએ જીતી લીધા કરોડો ભારતીયોના દિલ – વિડીયો કલીપ જોવા જેવી છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

ભારતમાં પ્રથમ ક્રિકેટ ઇસ 1721માં અહિયાં રમાયું હતું – આ રાજ્યનો ક્રિકેટ સાથે ખુબ જુનો સંબંધ છે

error: Content is protected !!