પાકિસ્તાન સેમી-ફાઈનલ માં આવી શકે છે – આ રહ્યો રસ્તો જે પાકિસ્તાની પ્લેયર્સને ખબર છે

બહુ પહેલા ના સમયની વાત છે. જયારે ક્રિકેટ સ્ટેડીયમ અત્યાર જેવા નહોતા અને નિયમો પણ એટલા ખાસ નહોતા.

૧૫ જાન્યુઆરી ૧૮૯૪ માં એક મેચ નું આયોજન થયેલું. રમનારી ટીમ હતી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને એની સામે ની ટીમ હતી વિક્ટોરિયા .

એક બેટ્સમેને બોલ ને જોરથી ફટકાર્યો અને બોલ બાઉન્ડ્રી ની અંદર એક ઝાડ હતું એની શાખા ની વચ્ચે ફસાઈ ગયો.

હવે બન્યું એવું કે આ ઝાડ જે હતું એ બાઉન્ડ્રી બહાર નહોતું પણ બાઉન્ડ્રી થી થોડે અંદર હતું. અને જેથી અમ્પાયર આ હિત ને ફોર કે સિક્સ ના કહી શકે.

અને એ સમયે એવો કોઈ નિયમ પણ નહોતો કે આવી પરિસ્થિતિ માં શું નિર્ણય લેવો અથવા કેટલા રન જાહેર કરવા.

અને જેથી, કોઈ લેખિત નિયમ ના હોવાને લીધે, ઓફિસીયલી બેટ્સમેન જ્યાં સુધી બોલ ફિલ્ડર ના હાથમાં ના આવે ત્યાં સુધી દોડી શકે.

ઝાડ માં ફસાયેલો બોલ કાઢવા ઘણા ફિલ્ડરો એ કોશિશ કરી પણ ઝાડ એટલું ઊંચું હતું કે કોઈ બોલ કાઢી ના શક્યા. અને અંતે ફાયર બ્રિગેડ વાળાઓ ને બોલાવવા પડ્યા.

બોલ આ ઝાડ માં ફસાઈ જતા, બેટ્સમેને દોડવા નું ચાલુ કર્યું અને લગભગ સતત ૬ કિલોમીટર દોડ્યો અને આટલું દોડવાને અંતે ૨૮૬ રન્સ બનાવ્યા…

જો કે આટલું દોડતા બેટ્સમેન પણ અનહદ થાકી ગયેલા હતા અને કદાચ વધુ સમય બોલ ના નીકળ્યો હોત તો એમ જ બેટ્સમેન દોડવાનું મૂકી દેત એવી પરિસ્થિતિ થયેલી.

૧ બોલ માં ૨૮૬ રન્સ બનાવ્યા નો આ ઈતિહાસ છે.

અને કદાચ આ બનાવ પછી, બાઉન્ડ્રી ની અંદર કોઈ ઓબ્જેક્ટ ના હોવો જોઈએ એવો નિયમ બન્યો હશે જેથી આવી પરિસ્થિતિ ફરી ના ઉદ્ભવે.

હવે આ ઈતિહાસ ને અત્યારે ચાલી રહેલા વર્લ્ડ કપ સાથે શું સંબંધ છે એ જોઈએ.

જો પાકિસ્તાન ને સેમી ફાઈનલ માં આવવાનું થાય તો એમને બાંગ્લાદેશ ને આટલા રન થી હરાવવું પડે.


311 runs after scoring 350 Runs
316 runs after scoring 400 Runs
321 runs after scoring 450 Runs

ટૂંક માં, પાકિસ્તાન ના પ્લેયર્સ અત્યારે એ ઝાડ રાતોરાત બાઉન્ડ્રી ની અંદર ઉગી જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ ઈતિહાસ ના પન્ના ની વાત તમે પહેલી વખત ‘જ્ઞાન સાથે ગમ્મત’ થકી વાંચી રહ્યા છો. જો તમને કંઇક નવું જાણવા મળ્યું હોય તો જરૂર શેર કરજો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!