અભિષેકને લીધે પોતાના બાળકોને ક્યારેય બોલીવુડમાં નથી લાવવા માંગતી શ્વેતા – કહ્યું જે રીતે લોકો અભીનો…

કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ આજકાલ વિવાદોમાં ઘેરાયેલ છે. અહીંયા આવેલ સેલિબ્રિટીઝ કંઇકને કંઈક એવી વાતો કરી નાખે છે કે જે વિવાદને જન્મ આપે છે. હાલમાં જ હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે BCCI એ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. આ સિવાય બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો પણ એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં તેઓ કરીના કપૂર વિશે આપત્તિજનક કમેન્ટ કરતા નજરે પડે છે. આ સિઝનમાં આ શો ‘કોફી વિથ કરણ’ ઓછો અને ‘કંટ્રોવર્સી વિથ કરણ’ વધુ લાગી રહ્યો છે. હાલમાં જ અભિષેક બચ્ચન અને શ્વેતા નંદાએ કંઈક એવી વાતો જણાવી કે જે પબ્લિક સ્પેસમાં નહોતી.

બાળકોને બોલિવૂડમાં નથી લાવવા માંગતી શ્વેતા:


જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનથી બે વર્ષ મોટી શ્વેતા અભ્યાસ દરમિયાન ભાઈ અભિષેક સાથે અમેરિકામાં સાથે રહેતી હતી. એવામાં તેણી અભિષેકને લઈને ખૂબ જ ચિંતિત હતી. જ્યારે કરણે શ્વેતાને પૂછ્યું કે, તેણી પોતાના બાળકોને બૉલીવુડમાં કેમ લાવવા નથી માંગતી? ત્યારે શ્વેતાએ પોતાના ભાઈ અભિષેકનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે રીતે અભિષેકને નફરતનો સામનો કરવો પડ્યો છે, તે ખૂબ જ ડરામણું છે. જે રીતે લોકો અભિષેક વિશે સોશિયલ મીડિયામાં નફરતભરી વાતો કરે છે અથવા લખે છે તેથી તેણી ક્યારેય પોતાના બાળકોને આવા લોકો સામે નથી લાવવા માંગતી. આગળ તેણીએ કહ્યું કે, અભિષેકે લોકોની જે નફરતભરી વાતો સાંભળી છે એના માટે અભિષેકને શાબાશી આપવી પડે. તે ચૂપચાપ લોકોની વાતો સાંભળી લે છે અને રીએક્ટ નથી કરતા પરંતુ તે પોતાના બાળકો વિશે આ પ્રકારની વાતો નહીં સાંભળી શકે.

ન્યુઝ ચેનલમાં સિનિયર જર્નલિસ્ટ છે શ્વેતા :


જણાવી દઈએ કે, શ્વેતાનું ભણતર એક સામાન્ય બાળકની જેમ થયું છે. અભ્યાસ બાદ તેણીએ વર્ષ 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કરી લીધા. સામાન્ય ભારતીય મહિલાની જેમ લગ્ન લાયક ઉંમર થતા જ શ્વેતાના પણ લગ્ન થઈ ગયા હતા અને માત્ર 23 વર્ષની ઉંમરમાં તેણીએ દિકરી નવ્યાને જન્મ આપ્યો. શ્વેતા એક સારી ગૃહિણી હોવાની સાથોસાથ એક સારી માતા પણ છે. તેણી પોતાની જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવે છે. લગ્નજીવનના 10 વર્ષ બાદ તેણીએ પોતાના માટે વિચાર્યું. તેણી કંઈક કરવા માંગતી હતી તેથી તેણી CNN IBNમાં સિનિયર જર્નલિસ્ટ તરીકે કામ કરવા લાગી. વર્તમાનમાં તેણી CNN IBN સાથે કામ કરી રહી છે. એટલું જ નહીં, વર્ષ 2007માં તેણે ND TV નો શો ‘નેક્સ્ટ જેન’ હોસ્ટ કરવાની ઓફર પણ મળી ચુકી છે. આજે તેણી પોતાના કુટુંબને પારિવારિક તેમજ આર્થિક સપોર્ટ પણ કરી રહી છે.

કહ્યું – અવાજ અને ચહેરો હિરોઈન જેવો નથી લાગતો :


જ્યારે શ્વેતાને ફિલ્મોમાં ન આવવા પર સવાલ કરવામાં આવ્યો તો એના જવાબમાં તેણીએ કહ્યું કે, “મને આજ સુધી કોઈ ફિલ્મની ઓફર નથી મળી. મારો ચહેરો અને અવાજ હિરોઈન જેવો નથી. મને કેમેરો ફેસ કરવામાં પણ ડર લાગે છે. એટલે આજે હું જ્યાં છું, જે કરી રહી છું, એમાં જ ખુશ છું.”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!