આ ક્યુટ છોકરીના મોટા ફેન બની ગયા લદ્દાખનાં બીજેપી સાંસદ – વિડીયો શેર કરીને કહ્યું આ છોકરી…

સોશિયલ મીડિયાના માધ્યમથી કોણ, ક્યારે, કેટલું ફેમસ થઈ જશે એ કહી શકાય નહીં. અહીંયા બસ લોકોને તમારી કોઈક વસ્તુ પસંદ આવવી જોઈએ. પછી ભલેને તમે કોઈપણ ક્ષેત્ર, કોઈપણ બેકગ્રાઉન્ડથી કે કોઇપણ ઉંમરના કેમ ન હો. અહીંયા બધું જ ચાલે. બસ તમારી અંદર એ એક્સ ફેક્ટર હોવું જોઈએ, જેને જોઈને લોકો તમને દિલથી પસંદ કરવા લાગે. આવા જ એક લદ્દાખના બીજેપી સાંસદ છે, જમયાંગ સેરિંગ નમગ્યાલ. તમે બધાએ એમનું સંસદમાં 370 આર્ટિકલ પરનું ભાષણ જરૂર સાંભળ્યું હશે. પોતાના શાનદાર ભાષણથી એમણે સોશિયલ મીડિયા અને સદનમાં ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી. ત્યારબાદ એમની ઓનલાઈન પ્રસિદ્ધિમાં પણ ખૂબ વધારો થયો. દરેક લોકો એમના વિશે જાણવા ઇચ્છુક હતા.

હમણાં થોડા દિવસ પહેલા જ જમયાંગ સેરિંગ નમગ્યાલનો એક ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, નમગ્યાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાના ફોલોઅર્સ સાથે કંઈકને કંઈક શેર કરતા રહે છે. અહીંયા જ એમણે હમણાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો એક નાનકડી બેબીનો છે. આ વિડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો એટલો બધો ક્યૂટ છે કે, તમે પણ આ વીડિયો એકવાર જોશો તો જોતા જ રહી જશો. વીડિયોને શેર કરતા એમણે કેપ્શનમાં લખ્યું છે – “આ ઈન્ટરનેટ પર જોવાયેલ વીડિયોમાં સૌથી ક્યૂટ વીડિયો છે.

હકીકતમાં જે વીડિયો એમણે શેર કર્યો છે એમાં એક નાનકડી છોકરી ખૂબ જ ક્યૂટ અને પ્યારા અંદાઝમાં ખડખડાટ હસી રહી છે. આ સાથે વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક તમિલ ગીત પણ વાગી રહ્યું છે. જે મ્યુઝિક આ ગીતને વધુ દિલચસ્પ બનાવે છે. આ વીડિયોમાં જે છોકરી છે એનું નામ અનાહિતા છે. તેણી ઈરાનની રહેવાસી છે. બાળકીની ઉંમર લગભગ 3 વર્ષ છે, જોકે પોતાની ક્યૂટનેસને કારણે તે સોશિયલ મીડિયા પર પહેલેથી જ ખૂબ પોપ્યુલર છે. તમે આ બાળકીને ઈન્સ્ટાગ્રામ પર Anahita Hashemzadeh નાં નામથી સર્ચ કરી શકો છો. અહીંયા એના ઘણાં ફેન્સ મોજુદ છે. હકીકતમાં અનાહિતા એક બેબી મોડલ છે. એની ક્યૂટનેસ જોઈને બધા પ્રભાવિત થાય છે. તેણી બધાના ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ કરે છે.

સાંસદશ્રીએ જેવો આ વીડિયો શેર કર્યો કે હજારોની સંખ્યામાં લાઇક્સ મળવા લાગી. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચુક્યા છે. જેણે પણ આ વીડિયો જોયો તે મંત્રમુગ્ધ થઈ ગયા. જો તમને કદાચ એવું લાગતું હોય કે અમે લોકો વધુ પડતું બોલી રહ્યા છીએ તો તમે પોતે જ આ વીડિયો જોઈ લો.

તો કેવો લાગ્યો તમને આ વીડિયો? તમે પણ બાળકીની ક્યૂટનેસ જોઈને દિવાના થઈ ગયા ને ? તો ચાલો હવે ફટાફટ આ વીડિયો શેર કરી દો. તમે આ વીડિયોને જેટલો વધુ શેર કરશો એટલી જ વધુ ખુશી ફેલાવશો. વીડિયો જોઈને લોકોના ચહેરા પર સ્મિત રેલાશે. કદાચ લદ્દાખના સાંસદ જમયાંગ સેરિંગ નમગ્યાલનો પણ આ જ ઉદ્દેશ હશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!