૬૦૦ લીટર ની ક્ષમતા વાળા ૩૦ થી વધુ ફોગીંગ મશીન સ્વાધ્યાય પરિવારે આપ્યા – આ રીતે કરે છે વર્ક

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ એ પોતાનો આંતક ફેલાવી દિધો છે. સમસ્ત ભારત એકજૂથ બની તેનો પ્રતિકાર પણ કરી રહ્યો છે. તાજેતરમાં વિદેશના ઘણા દેશોમાં ફોગિંગ મશીન દ્વારા ખાસ અને ઉત્તમ દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો તથા રોડને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં છે. સ્વાધ્યાય ફેમિલી દ્વારા આ પ્રકારના 20થી વધુ ફોગિંગ મશીન તેના ઓપરેટર સાથેની જોગવાઇ કરી સરકારને મદદ માટે આવ્યા છે.

જેનો અમદાવાદ, રાજકોટ અને વડોદરા શહેરમાં ઉપયોગ કરવામાં આવી. ફાયરબ્રિગેડના કર્મચારીઓને જોડે તેમને રાખી આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ ફોગિંગ મશીનની ખાસ વાત એ છે કે તે એક જોડે 600 લિટરથી વધુ લિકવિડ ભેગુ કરી શકે છે સાથે દોઢ કલાક હમેશા કામ આપે છે અને એક જોડે 30 સ્ક્વેર મીટર એરીયા કવર કરી શકે છે. આ ખાસ ફોગિંગ મશીન હાલમાં જાહેર સેનિટાઇઝેશન માટે આશીર્વાદરૂપ થઈ રહ્યા છે.

• સ્વાસ્થ્ય કર્મીઓને 30 હજાર કીટ આપી

આની જોડે જ જેણે ફરજના ભાગરૂપે જ બહાર નીકળવું આવશ્યક છે તેવા જાહેર સેવકોનું શું? તેમનો વિચાર કરીને પોલીસકર્મીઓ તથા જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખનાર સ્વચ્છતા કર્મીઓને એક ઉત્તમ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં માસ્ક, હેન્ડ ગ્લવ્સ અને સેનિટાઇઝર છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાના સંલગ્ન અધિકારી જોડે સંકલન કરી આ કાર્ય થયું છે જેમાં આવી 30 હજાર કીટ આપવામાં આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!