રાજકોટના આ પોલીસ ઇન્સ્પેકટરે ૨૦ દિવસમાં ઘરના ૨ મોભીઓ ગુમાવ્યા – અંતિમ વિધિ પૂર્ણ કરીને સીધા જ

રાજકોટ જિલ્લા સાથેના સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ગયા બે દિવસમાં કોરોના વાયરસના ત્રણ જેટલા હકારાત્મક કેસ જોવા મળ્યા છે. જોકે આ બધાની વચ્ચે અગત્યની વાત તો એ છે કે આ ત્રણેય કેસ જંગલેશ્વર ભાગમાં જ નોંધાયા છે. તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારના નજીકના બધાંજ ભાગને બંધ કરી દેવામાં આવ્યો છે. વ્યક્તિઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે.

આ કોરોના વાયરસનાં આંતકમાં ઘણા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ છે જે કોરોના વોરિયર બની પોતાની ફરજ ભજવી રહ્યા છે. ત્યારે આવા જ એક કોરોના વોરિયર તરીકે એક વ્યક્તિ આપણા બધાની સામે આવ્યા છે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. હડિયા. થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. હડિયાએ 20 દિવસ પૂર્વે તેમના પપ્પાને ગુમાવ્યા હતાં ત્યારે 20 દિવસમાં જ પિતા પછી તેમને તેમના દાદાને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે દાદા ની અંતિમ ક્રિયા સંપન્ન કરી તેઓ પોતાની લોકડાઉનની જવાબદારી એક પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિભાવી રહ્યા છે.

ગઈ તારીખ 16 માર્ચ 2020 ના દિવસે જી.એમ હડીયાના પપ્પા મનુભાઈનું મૃત્યુ થયું હતું. લોકડાઉન ને લીધે અંતિમ ક્રિયતા ખૂબ જ સાદગીથી પૂર્ણ કરવામાં આવી હતી. પોતાના પિતાની અંતિમ વિધિ પૂરી કર્યા પછી તેઓ પોતાની ફરજ માં ઊભા થઈ ગયા હતા. જો કે બુધવારના દિવસે તેમના દાદા ના મૃત્યુના ન્યૂઝ સાંભળતા તેઓ તુરંત જ અંતિમ વિધિ પૂરી કરવા માટે દોડી ગયા હતા. દાદાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા પાછી તરત જ તેઓ પોતાની ફરજ ઉપર ઉપસ્થિત થઇ ગયા છે.

જાણવા મળ્યું છે કે કેટલાક દિવસો પૂર્વે આ જ પ્રકારે રાજકોટ પોલીસ ના જાંબાઝ હીરો તરીકે રાજકોટના ડી.સી.પી મનોહરસિંહ જાડેજા સામે આવ્યા હતા. તેમના દીકરાને આંતરડાની બીમારીના લીધે દવાખાનામાં દાખલ કર્યો હોવા છતાં તેઓ પોતાની ફરજ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!