મોદી સરકારનો આકરો નિર્ણય – કેન્દ્રીય સકરકારીઓ ને કોરોનાની મંદી ને લઈને આ નુકશાન
સમગ્ર ભારત દેશમાં કોરોનાની મુશ્કેલીના લીધે અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. આ સમયે ગુરુવારનાં દિવસે કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે કેન્દ્રિય કર્મચારીઓને પ્રાપ્ત ક્રવર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા પર રોક કરી દેવામાં આવી છે. આ રોક એક જુલાઈ 2021 સુધી અવધિ રહેશે. નાણાં મંત્રાલય બાજુથી જાહેર કરવામાં આવેલા અપીલ પ્રમાણે, કોરોના વાયરસનાં મુશ્કેલીના લીધે 1 જાન્યુઆરી, 2020 પછી કેન્દ્રિય કર્મચારી અથવા પેન્શનધારકોને મળનારી ડીએની રકમ નહીં આપવામાં આવે.
Addl installment of Dearness Allowance (DA) payable to central govt employees & Dearness Relief (DR) to central govt pensioners, due from 1st Jan, 2020 shall not be paid. Addl installments of DA & DR from 1 July 2020 & 1 Jan 2021 shall also not be paid: Ministry of Finance (1/2) pic.twitter.com/j5SsuhYkko
— ANI (@ANI) April 23, 2020
એડિશનલ ડીએ પણ નહીં આપવામાં આવે
તો 1 જુલાઈ 2020ના દિવસથી જે એડિશનલ ડીએ પ્રાપ્ત કરવાના હતા તે પણ નહીં આપવામાં આવે. હવે આની આગળ ડીએ આપવાનો ખાસ નિર્ણય ક્યારે કરવામાં આવશે એ 1 જુલાઈ 2021નાં નક્કી થશે. આ આદેશ કેન્દ્રિય કર્મચારી તથા કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન પ્રાપ્ત કરનાર લોકો પર લાગુ થશે. જાણવા મળ્યું છે કે કોરોનાનાં સંકટનાં લીધે કેન્દ્ર સરકાર બાજુથી વિવિધ પ્રકારની યોજનાઓમાં કાપ મુકવામાં આવી રહ્યો છે.
રક્ષા બજેટમાં પણ કાપ મુકવામાં આવશે
આના પહેલા ગુરુવારના દિવસે રક્ષા બજેટમાં કાપ મુકવાની વાત જોવા મળી છે, જ્યાં નવા પ્રોજેક્ટ્સની ખરીદીને થોડાક સમય પછી રોકવાની વાત જણાવી દેવામાં આવી છે. આ નિર્ણયની અસર રાફેલ વિમાન, એ-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી પર પડી શકે છે. આ પહેલા ભારત સરકારે પીએમ, રાષ્ટ્રપતિ, મંત્રીઓની સેલરીમાં ત્રીસ ટકા સુધીનાં કાપની જાહેરાત કરી દીધી હતી.
40 દિવસનાં લોકડાઉનની એકોનોમી પર અસર
આટલું જ નહીં, સાંસદ નિધિ ફંડને બે વર્ષ માટે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે કોરોનાનાં લીધે ભારત દેશમાં 40 દિવસનું લોકડાઉન છે. જેના લીધે ભારતની એકોનોમિ પર ખરાબ અસર પડી છે. તેની સીધી અસર જીડીપી અને રેવન્યૂ પર પણ પડતી દેખવા મળી રહી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.