મૃત્યુ પહેલા એક વખત પાકિસ્તાન જવા ઈચ્છતા હતા રિશી કપૂર – કારણ વાંચી ચોંકી જશો

તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના નિવેદનને સમર્થન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કબજે કરેલું કાશ્મીર પાકિસ્તાનનું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની અનેક હસ્તીઓ રાજકારણ તરફના વલણમાં વધી ગઈ છે. આ પહેલા બોલિવૂડ અને રાજકારણ વચ્ચે કોઈ સ્પષ્ટ જોડાણ જોવા મળતું ન હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ચિત્ર બદલાતું જણાય છે.

મોત પહેલા જવા માંગતા હતા પાકિસ્તાન
ઋષિ કપૂરે પોતાના ટ્વિટમાં કહ્યું, “અબ્દુલ્લા જી સલામ! હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું. જમ્મુ કાશ્મીર આપણું છે અને પાકિસ્તાન દ્વારા નિયંત્રિત કાશ્મીર તેમનું છે. માની લો કે આ એકમાત્ર રસ્તો છે કે આપણે આ સમસ્યા હલ કરી શકીએ. ઋષિ કપૂરે પણ પોતાની ટ્વિટમાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મૃત્યુ પામે તે પહેલાં એકવાર પાકિસ્તાન જવા ઇચ્છે છે. ઋષિ કપૂરે લખ્યું કે, હું 65 વર્ષનો છું અને હું મરતા પહેલા પાકિસ્તાનને જોવા માંગુ છું. હું ઇચ્છું છું કે મારા બાળકો તેમનો વારસો જોવે.

ભાગલાને લીધે લાખો પરિવારો થઈ ગયા હતા બેઘર
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઋષિ કપૂરના પૂર્વજોનું ઘર પાકિસ્તાનના પેશાવરમાં છે. 1947 પછી સ્વતંત્રતાના ભાગલા બાદ, તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો. કપૂર પરિવારનું ઘર પૃથ્વીરાજ કપૂરના પિતા દિવાન બરેશ્વર નાથ કપૂરે 1918 અને 1922 ની વચ્ચે બનાવ્યું હતું. તે સમયે કેટલાય લાખ પરિવારો અહીંથી સ્થળાંતર કરી ચૂક્યા હતા. ભાગલાને લીધે, લાખો લોકોને તેમના પૂર્વજોના મકાનો છોડવા અને કોઈ અજાણ્યા સ્થળે સ્થાયી થવાની ફરજ પડી હતી.

આઝાદીની માંગણી કરનારા લોકોની કરી આકરી નિંદા:
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ઇસ્લામાબાદ દ્વારા નિયંત્રિત કાશ્મીરનો ભાગ પાકિસ્તાન પાસે રહેશે અને તેમાં કોઈ પરિવર્તન નહીં આવે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને વધુ સ્વાયતતાની જરૂર છે અને તેમને આઝાદી મેળવવા માંગતા લોકોની નિંદા કરી હતી.

આજે અચાનક જ રીષિ કપૂરનું અચાનક જ અવસાન થતાં બોલીવુડ જગતમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને બધા જ બોલીવુડ સ્ટાર સોશ્યલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તથા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રીષિ કપૂરનું 30 એપ્રિલે અવસાન થયું છે. તેના એક દિવસ પહેલા જ ઇરફાન ખાનનું મૃત્યુ થયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!