ઘરે લક્ષ્મીજીના વધામણા થયા પણ દેશસેવા ને પ્રથમ ફરજ માનીને પોતે વિડીયો કોલથી લાડ વરસાવ્યો

સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના દિવસે દીકરાને જન્મ થયો છે. તેમ છતાં ઘરે જઇને પુત્ર અને વાઇફ ની કાળજી રાખવાની જગ્યાએ કોરોના વિરૂદ્ધની લડત માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત પુત્રને વોટ્સએપ વિડીયો કોલ કરી પહેલી વખત જોઇ પત્નીને પોતાની કાળજી રાખવાનું કહી પોતાની ફરજ પર પાછા કામે લાગી ગયા હતા. આ માટે તેમણે કોઈ અધિકારી જોડે રજા લેવાની જગ્યાએ ડ્યૂટી પર જ રહેવાનું નક્કી કર્યું હતું.

લોકડાઉની વચ્ચે પોલીસ અધિકારીઓની ભૂમિકા સૌથી મહત્વની
સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ રાઠોડે વાત કરતાં કહ્યું હતું કે, આપણા ગુજરાત રાજ્ય અને દેશ પર મુશ્કેલીનો ઓછાયો હોય ત્યારે માણસોની સુરક્ષા અને કાયદાના પાલન માટે ખડેપગે રહેવું એ અમારું પહેલું કર્તવ્ય છે. આવા સંજોગોમાં પારિવારિક પ્રસંગો, સામાજિક ફરજો અમારા માટે ગૌણ બની જાય છે. મંગળવારના દિવસે સચીન ચાર રસ્તાના પોઈન્ટ પર ડ્યૂટી પર હતો ત્યારે ઘરેથી પત્નીને પુત્રને જન્મ આપ્યો હોવાનો કોલ આવ્યો. સુરતથી 400 કિમી દુર વોટ્સએપથી વિડીયો કોલ કરીને પુત્રનું મોઢું જોઈ લીધા પછી તરત જ ડ્યૂટી પર કામે લાગી ગયો હતો.

તે જ સમયે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 425 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોવિડ ચેપગ્રસ્ત માટેની સારવારની સંખ્યા 1709 છે. અમદાવાદમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 4991 છે, જ્યારે મૃત્યુનો આંકડો 321 છે, જ્યારે સુરતમાં 799 ચેપ લાગ્યો છે અને મૃત્યુનો આંકડો 37 છે, વડોદરામાં કોરોનામાં ચેપ લાગ્યો છે 440 મોત 31. ભરૂચમાં 27 માંથી 2 ચેપગ્રસ્ત થયા છે અને 25 ની સારવાર કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ચેપના 380 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 6625 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1500 લોકો સાજા થયા છે અને 396 લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે બુધવારે નોંધાયેલા 380 નવા કેસોમાં અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે. સુરતમાં 31, વડોદરામાં 16, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં 2-2, આણંદ, ખેડા, જામનગર અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!