રાત્રે કરેલી આ ભૂલોને લીધે જ ઘરની આર્થિક પરિસ્થિતિ બગડે છે – ક્યારેય ના કરશો આટલી ભૂલો

હિંદૂ ધર્મમાં વિવિધ નિયમ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આવશ્યક છે. આ પૈકી જ કેટલાક નિયમ એવા પણ બનાવવામાં આવ્યા છે જેનું પાલન યુવતી અને યુવાને રાતના સમયે કરવું જોઈએ. આ નિયમોનું અવશ્ય પાલન ન કરનારને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે. આજે જાણી લો કે એવા કયા કામ છે જે રાતે કરવાથી રાહત મેળવી શકાય છે.

• રાતે ધોયેલા કપડાં કોઈ દિવસ બહાર ન રહેવા દેવા. કપડાં જો ન સુકાયા હોય તો પણ તેને દોરી પરથી ઉતારી ઘરમાં મૂકી દેવા જોઈએ. રાતે કપડાં બહાર રાખવાથી તેના પર મૃત ‘ચી’નો ખરાબ પ્રભાવ પડે છે. જેને એકદમ ખરાબ કહેવામાં આવે છે.

• રાતે જ્યારે સૂતી સમયે પગ અથવા માથું દરવાજા તરફ ન રાખવા જોઈએ. તેને પણ અશુભ કહેવામાં આવે છે.

• અશ્લિલ સાહિત્યનું કોઈપણ દિવસ રીડિંગ ન કરવું જોઈએ, જેના કારણે નેગેટિવ એનર્જી નો પ્રભાવ વધી જાય છે.

• રાત્રે ફટાફટ સૂઈ જવું તથા બને એટલી વહેલી સવારે ઊઠી જવું જોઈએ. રાતે મોડે સુધી જાગવાથી શરીરમાં રોગ અને શોક ઘર કરી જાય છે, ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

• રાતે રૂમમાં અંધારું ન કરવું, નાની લાઈટ અવશ્ય એક રાખવી. કેમ કે રાતે લાઇટ થોડીક ચાલુ રાખવાથી પહેલા તો ડર નો માહોલ દૂર થઈ જાય છે અને રાત્રિ દરમિયાન સારી ઊંઘ આવે છે.

• રાત્રે સૂતી વખતે બેડશીટ ચેન્જ કરીને જ સુવાનો આગ્રહ રાખવો. સાફ બેડશીટનો ઉપયોગ કરવાથી નેગેટિવ ઊર્જા ઓછી થઈ જાય છે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!