સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી – ૪ રીક્ટર સ્કેલ સાથે આ શહેરોમાં આંચકા નોંધાયા | વાંચો વિગત
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં કોરોના વાયરસની આફત વચ્ચે કમોસમી વરસાદે વધુ પ્રમાણમાં આંતક મચાવ્યો હતો. આવામાં આજે સૌરાષ્ટ્ર પ્રાંતની ધરા ધ્રૂજતાં માણસોમાં વધુ ફફડાટ ફેલાઈ ગયો હતો. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપનાં આંચકા જોવા મળ્યા હતા. લોકડાઉનનાં લીધે બપોરનાં સમયે ઘરમાં આરામ કરતાં માણસો અચાનક જ ભૂકંપના આંચકાને લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે બપોરે સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભૂકંપના સામાન્ય આંચકા જોવા મળ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભૂકંપના આંચકા જોવા મળ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0ની નોધવામાં આવી છે. અને ભકૂંપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિમી દૂર કેહાવામા આવી રહ્યું રહ્યું છે. બપોરનાં 3.36 કલાકે ભૂકંપનો આંચકો જોવા મળ્યા હતા.
જો કે હાલ સુધી ભૂકંપને લીધે કોઈપણ માણસની જાનહાનિનાં કોઈ ન્યૂઝ આવ્યા નથી. પણ લોકડાઉનને કારણે બપોરનાં સમયમાં ઘરે આરામ ફરમાવતાં લોકોમાં ભૂકંપના કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો. અને લોકો જીવ રાહત મેળવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતમાં કોરોના વાયરસની આફત વચ્ચે કમોસમી વરસાદ તથા હવે ભૂકંપના આંચકા અનુભવાતાં માણસોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.
કોરોના વાયરસનો આંતક હજુ ચાલુ છે. શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 390 કેસ નોંધાયા છે અને 24 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા અમદાવાદમાં જ 269 કેસ નોંધાયા છે અને 21 લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુજરાત રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુરુવારે સાંજે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન સ્ટેટ કોરોના વાયરસના નવા 390 કેસ નોંધ્યા છે. તે જ સમયે, આ રોગને કારણે 24 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 163 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. અમદાવાદમાં 269, વડોદરા, સુરત 25-25, ગાંધીનગર 9, પંચમહાલ 6, બનાસકાંઠા 8, બોટાદ 3, ખેડા-જામનગર સાબરકાંઠા 7-7, અરવલ્લી 20, ભાવનગર, આણંદ, ગીર સોમનાથ અને મહિસાગર 1-1 કેસ નોંધાયા છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.