હવે એસી નહિ દીવાલ પર લગાવો આ કુલર, કિંમત માત્ર એટલી જાણીને રહી જશો દંગ
ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમી પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે દરેક લોકો આ કાળજાળ ગરમીથી પરેશાન હશે અને તેનાથી બચવા માટે ઘણા ઉપાયો શોધી રહ્યા હશે. ઉનાળા ની મોસમ ચાલી રહી છે અને ખૂબ જ તડકો પડી રહ્યો છે , જેથી ગરમી ની સમસ્યા પણ ખુબ જ વધી રહી છે. ગરમી ના કારણે ઘણી પરેશાની ઉભી થાય છે. ઘણા લોકો ગરમીના લીધે બીમાર પણ પડે છે. દરેક લોકો ને એસી ખરીદી શકે એવી પરિસ્થિતિ હોતી નથી. જેના કારણે એમને ગરમી સહન કરવી પડે છે.
image source
ઘણા લોકો એસી તો ખરીદી શકે છે પણ એનું બિલ ભરી શકતા નથી જેના કારણે એસી ખરીદતા નથી. તો આવા માધ્યમ વર્ગના અને નાના પરિવારના લોકો માટે માર્કેટ માં એક નવું કુલર આવ્યું છે જેના વિશે આજે અમે જણાવીશું. માર્કેટ માં પંખા માં આવે એટલું જ બિલ આવે એવા એસી આવી ગયા છે. જેમાં ઠંડક પણ મળે છે અને બીલ પણ એકદમ ઓછું આવે છે. જેથી દરેક લોકો આ નાનું એસી એટલે કે કુલર ખરીદી શકે. તો ચાલો જાણીએ કેવી રીતે કામ આપે છે આ કુલર અને શું છે તેની કિંમત.
image source
આજે અમે તમને દીવાલ માં લગાવવા માં આવતું કુલર વિશે જણાવિશુ જે એસી ની માફક તમે દીવાલ પર ફીટ કરવી શકો છો. અને એસી ની જેમજ તે ઠંડો પવન પણ આપે છે. આ કુલર ની અંદર એક વોટર ટેન્ક એટલે કે પાણી નાખવા માટે ટાંકી પણ આપવામાં આવી છે. જેમાં પાઇપ ની મદદ થી પાણી નાખી શકાય છે.
image source
આ કુલર નુ વોટર ટેન્ક ખાલી કે ભરેલું હોય છે તો એમાં આલાર્મ વાગવા લાગે છે. આ કુલર ૨૦૦ સ્ક્વેર ફિટ સુધી ની જગ્યા ને ઠંડી રાખે છે. આ કુલર ની કિંમત ઓનલાઈન માધ્યમ થી લગભગ ૧૩૪૪૯ જેટલી છે. આ કુલર ને તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને માધ્યમ થી ખરીદી શકો છો. આ કુલર એસી જેવી જ ઠંડક આપે છે. એના જેવું જ કામ કરે છે, ફક્ત થોડા ફીચર અલગ છે.