ઘરની છત પર ખેતી કરી કમાઈ શકો ૨ લાખથી પણ વધારે રૂપિયા, જાણો રીત

ઘરે બેઠા જ બીઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તો આજે અમે જણાવીશું એક રીત જેમાં રોકાણ પણ ખુબજ ઓછું કરવું પડશે અને તેમ છતાં આવક ખુબજ આવશે. તેના માટે જરૂરી છે માત્ર ઘરની છત અને ખુલ્લું આંગણું. આજકાલ ટેરેસ પર ખેતી કરવી એ ખુબજ ટ્રેન્ડ માં છે. જેને અપનાવવાનો તમને આજે મોકો મળી રહ્યો છે. આ રીત માં માટી નો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવતો. અને છોડ માટે જરૂરી પોષક તત્વો સીધાજ તેના મૂળ માં પાણી દ્વારા પહોચાડવામાં આવે છે. તેને હાઈડ્રોપોનીક્સ કહેવામાં આવે છે.

image source

મલ્ટી લેયર ફ્રેમ માં છોડ લગાવવા :

હાઈડ્રોપોનીક્સ ટેકનીક માં છોડ એક મલ્ટી લેયર ફ્રેમ ના સહારે પાઈપ માં ઉગાડવામાં આવે છે. તેના મૂળ પાઈપ માં ભરેલ પોષક તત્વો વાળા પાણી માં રાખવામાં આવે છે. હાઈડ્રોપોનીક્સ ના સેટઅપ માટે ઘણી કંપનીઓ કામ કરે છે. જે માત્ર શોખ માટે બનાવતા ગાર્ડન થી લઇ ને  કોમર્શીયલ ફરમ પણ સેટ કરવામાં તમારી મદદ કરે છે. તેમાં લેટસેક્ત્રા એગ્રીટેક બીટમાઈન્સ ઇનોવેશન્સ, ફ્યુચર ફાર્મસ, આપણી ખેતી, જેવા સ્ટાર્ટ અપ કામ કરી રહ્યા છે. આ કંપનીઓ પાસેથી હાઈડ્રોપોનીક્સ સેટઅપ ને ખરીદી શકાય છે.

image source

બે મીટર લાંબા ટાવર માં લગભગ 35 થી 40 છોડ લગાવી શકાય છે. લગભગ ૪૦૦ છોડ વાળા ૧૦ ટાવર તમે ૧ લાખ રૂપિયામાં ખરીદી શકો છો. જો આ સીસ્ટમ ને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો માત્ર બીજ અને પોષક તત્વો નો જ ખર્ચ લાગશે બીજો કોઈ વધારાનો ખર્ચ આ પદ્ધતિ માં કરવો પડતો નથી.

image source

મોસમ માં થતા ફેરફાર અને વાતાવરણ ના લીધે થતા નુકશાન થી બચવા માટે નેટસેટ અથવા પોલી હાઉસ ની જરૂર પડશે. આ ટેકનીક દ્વારા નિયંત્રિત વાતાવરણ માં ખેતી થઇ શકે છે. તેથી મોટા ભાગે ખેડૂતો એવા ફળો નું ઉત્પાદન કરે છે જેનો બજાર ભાવ માર્કેટ માં ખુબજ વધારે હોય. તેથી જો તમે પણ ઘરે બેઠા ધંધાની શરૂઆત કરવા વિચારી રહ્યા છો અને તમારી પાસે આટલી જગ્યા પુરતી છે તો આ પ્લાન તમારા માટે એકદમ પરફેક્ટ અને ખુબજ સારો છે.

image source

કેટલી થાય છે કમાણી : મોંઘા ફળ અને શાકભાજી લગાવવાથી તમે વર્ષ ના ૨ લાખ જેટલા રૂપિયા ની કમાણી કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!