મોદી સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક મહાપેકેજ માંથી ખેડૂતોને મળશે આ રીતે લાભ, કાયદામાં થશે ફેરફારો
હાલમાં કોરોના જેવી ગંભીર મહામારી ચાલી રહી છે ત્યારે પુરા દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. એવામાં મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકો ખુબજ ચિંતામાં છે પોતાની આર્થિક સ્થિતિ ને લઈને. ત્યારે લોકો ની આ સમસ્યા ઓછી કરવા માટે મોદી સરકારે નાનકડી રાહત મળે એ માટે એક પેકેજ ની જાહેરાત કરી છે. જે દેશના નાનામાં નાના વર્ગ સુધી પહોચશે. મોદી સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક મહા પેકેજને લઈને નાણાં મંત્રાલયે આજે ત્રીજા તબક્કામાં કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જે આજે અમે તમને જણાવીશું.
image source
આ પેકેજના ત્રીજા તબ્કામાં ખેડૂતો વિશે જાણવામાં આવ્યું છે. જેમાં જગતના તાતની આવક બમણી કરવા માટે 65 વર્ષ જુના કાયદામાં ધરમુળથી ફેરફાર કરવામાં આવશે. ખેડૂતોની આવક વધારવા માટે કન્ઝ્યૂમર અફેર મંત્રાલયે એન્સેશિયલ કોમોડિટી એક્ટમાં ફેરફાર કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે જાણકારી આપતા કહ્યું હતું કે, કૃષિ પ્રતિસ્પર્ધાઓ અને રોકાણ વધારવા 1955થી લાગુ આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે.
image source
તેલિબિયાં, કઠોળ, અનાજ, બટાટા, ડુંગળીને ડિરેગ્યુલેટ એટલે કે અનિયમિત કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ માટે કોઈ સ્ટોકની મર્યાદા નહીં હોય. નિકાસકારનો કોઈ તકલીફ ન હોવાથી રાષ્ટ્રીય વિપત્તી અને દુષ્કાળની સ્થિતિમાં સરકાર પગલાં લઈ શકે છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં ખેડૂતો અંગે અનેક મોટા નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને વાર્ષીક 6000 રૂપિયા મળશે.
image source
પહેલા ઉદ્યોગો, ત્યાર બાદ શ્રમિકો અને ગરીબો અને ત્યાર બાદ આજે ત્રીજા દિવસે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને આ જાહેરાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક મહાપેકેજ આપ્યા બાદ કયા ક્ષેત્રમાં શું તેને લઈને સ્પષ્ટતા કરી હતી.
image source
સીતારમણે એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ્સમાં સુધારા કરવાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે અગાઉ ખેડૂતોએ તેમના ઉત્પાદનો માત્ર APMCને વેચવા પડતા હતા. પણ હવે આ સમસ્યા અને મજબુરીનો હવે અંત આવશે. હવેથી ખેડૂતોને વચેટિયાઓ માંથી છૂટકારો મળશે અને સારી કિંમત મળી શકશે. એસેન્સિયલ કોમોડિટી એટલે કે EC એક્ટ 1955માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
image source
વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાની પેદાશોને ઓછા ભાવમાં નહીં વેચવી પડે. તેલિબિંયા, કઠોળ, અનાજ, ડુંગળી, બટાકા, સરસીયું, ખાદ્ય તેલ જેવા ઉત્પાદોને ડીરેગ્યુલેટ કરવામાં આવશે. ખેડૂતોને પોતાની પેદાશોની સારી કિંમત મળે તે માટે કૃષી ક્ષેત્રને વધારે કોમ્પિટિટિવ બનાવવામાં આવશે. સરકાર રાષ્ટ્રીય આપદા જેવી સ્થિતિમાં આ પ્રકારના પગલાં ભરી શકે છે.