લોક ડાઉનમા માં નો અવાજ સંભાળી દીકરો 1700 કિમી પગપાળા ચાલી પહોચ્યો ઘેર, પરતું આવીને તરત લગાવ્યો ગળાફાસો કારણકે…
ગયા રવિવારે દરેક લોકો એ મધર્સ ડે મનાવ્યો અને દરેક લોકો એ પોતાની માતા નો આભાર માન્યો. લોકડાઉન માં અત્યારે જે લોકો ના સંતાન તેમનાથી દુર હતા તે દરેક માતા ને મ થયું હશે કે કાશ મારા દીકરા પણ મારી જોડે હોત. એવામાં મહારાષ્ટ્ર ની એક માતા એ કોરોનાથી બચવા પોતાના દીકરાને પોતાની પાસે આવી જવા કહ્યું અને માતા નો અવાજ સંભાળી દીકરાએ ઘરે આવવાનું વિચાર્યું. સેકડો કિલોમીટર પગપાળા ચાલીને તે ઘરે આવ્યો. પરંતુ ઘરે આવ્યાના થોડાક જ કલાક માં પોતે ગાળા ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ચાલો જાણીએ આખરે એવું તે શું થયું કે માતા ને જીવ થી પણ વધારે પ્રેમ કરનાર આ દીકરાએ આવું પગલું કેમ ઉઠાવ્યું.
image source
માતાના બોલાવવા પર ૧૭૦૦ કિમી ચાલીને પહોચ્યો હતો ઘરે : આ ઘટના મહારાષ્ટ્રના એક ગામ ની છે. જે સોમવારે બની હતી. આ ગામના રહેવાસી નારાયણ ગૌડ નો દીકરો મુકેશ સોમવારે બપોરે ૧૨ વાગે મહારાષ્ટ્ર ના શોલાપુર થી ૧૭૦૦ કિમી ચાલીને ઘરે પહોચ્યો હતો. તેનીમાંતા એ બીજા શેરમાં નોકરી કરવા ગયેલ પોતાના ૧૯ વર્ષના દીકરાને કોરોના ના ડર ના કારને ઘરે આવી જવા કહ્યું હતું. લોક ડાઉન ના કારને વાહન ના મળતા માતાનો અવાજ સંભાળી તે પોતાના જીવની ચિંતા કાર્ય વિના ચાલી ને ઘરે પહોચ્યો હતો. પરંતુ માતા પિતાની એક વાત તેને એટલી ખરાબ લાગી ગઈ કે તેને ફાંસી લગાવી ને જીવ આપી દીધો.
image source
માતા-પિતા ની આ વાત તે સહન ના કરી શક્યો : ઘરે આવ્યો એટલે ગામ લોકો ના કહેવા પર તેના માતા પિતાએ તેને કોરોન્તાઈન સેન્ટર પર રહેવા માટે કહ્યું. પિતા એ સમજાવ્યું કે લોકો કહે છે કે તારે થોડા દિવસ સેન્ટર પર રહેવું પડશે. તો મુકેશ કઈ બોલ્યો નહિ અને તેણે માતા ને પૂછ્યું કે જમવાનું શું બનાવ્યું છે? માતા એ જણાવ્યું કે બટાકાનું શક અને ભાત. ત્યારબાદ તેણે પોતાની સાથે લાવેલ બિસ્કીટ ખાધા અને પાણી પીયને પોતાની સાથે લાવેલ બેગ લઈને જતો રહ્યો. ઘરે આવ્યો ત્યારે માતા એ પણ તેને કોરોન્તાઈન સેન્ટર પર રહેવાનું કહ્યું તો મુકેશને આ વાત દિલ પર લાગી ગઈ અને તેને ફાસી ખાઈ જીવ આપી દીધો. આ માતા એ મધર્સ ડે ના બીજાજ દિવસે પોતાના જીવ થી પણ વહાલા દીકરાને ગુમાવ્યો.
image source
ઘર થી થોડે દુર જાડ પર લગાવી ફાંસી : તે ઘરેથી બેગ લઈને નીકળ્યા બાદ ઘરથી થોડે દુર એક જાડ પર પોતાનો ટુવાલ બાંધી લટકી ગયો. જયારે તેની માતા ને એમ થયું કે આ ઘરે કેમ ના આવ્યો તો એ તેને શોધવા નીકળી. તો તેને તેને જાડ પર લટકતો મૃત હાલતમાં જોયો. અને તે રડવા લાગી. તેનો અવાજ સંભાળી ગામના લોકો અને પોલીસ પણ ત્યાં પહોચી. અને તેની લાશ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી.