ભગવાન શ્રી ક્રુષ્ણ હમેશા મનુષ્ય માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જાણો તેમના દ્વારા કહેવામાં આવેલ જીવન જરૂરી ઉપદેશો

ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લઈએ એટલે તેમનું નાનકડું નટખટ સ્વરૂપ આપણી આખો ની સામે તરી આવે. એજ નટખટ કાનુડાએ પોતાના મુખેથી અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ના જીવન ચરિત્ર માંથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને દરેક મનુષ્ય એ આવી બધી જ વાતો પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. જેનાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

Shri Krishna said, "Remember these 7 words of mine... I will take ...

image source

ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોની ગરીબી દૂર કરવા માટે કેટલાક ઉપાય બતાવ્યા છે જેને અપનાવીને તમે પણ ધનવાન બની શકો છો. આ એવા ઉપાયો છે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યા છે. તો ચાલી જાણીએ કેટલાક જીવન માં ઉતારવા જે સારા વિચારો અને ઉપાયો.

image source

૧. હિન્દુ ધર્મ માં દીવાનું ઘણું મહત્વ છે ઘરમાં સવાર સાંજ દીવો સળગાવવા થી ગરીબી દૂર થાઈ છે. તેહી દરેક વ્યક્તિ એ ઘરના મંદિર માં સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ.

૨.ઘર માં મધ રાખવાથી ઘરની ગરીબી દૂર થાય છે કારણ કે મધ ભગવાન વિષ્ણુથી જોડાયેલુ છે ઘર માં મધ રાખવાથી હકારાત્મક ઉર્જા પ્રગટે છે. તેથી ઘરમાં હંમેશા મધ રાખવું જ જોઈએ.

image source

૩. ઘર માં કોઈ પણ આવે એમને પાણી પીવડાવ્યા વગર જવા દેવા ન જોઈએ કેહવાય છે મેહમાનો ને  પાણી પીવડાવવા થી અશુભ ગ્રહ નક્ષત્ર પણ શુભ થઇ જાય છે. ‘અતિથી દેવો ભવ’ મહેમાન ભગવાનનું સ્વરૂપ છે તેથી તેને આદર અને સમ્માન આપવું જોઈએ.

૪. તિલક ને હમેશા પવિત્ર માનવમાં આવે છે જ્યોતીષો ના મત અનુસાર વ્યક્તિને તેની રાશિ અથવા જન્મ કુંડળી અનુસાર સિંદૂર ,ચંદન, વગેરે નું તિલક લગાવવું જોઈએ તિલક મગજ ને શાંત અને સ્થિર કરે છે

image source

૫. માં સરસ્વતી ની વિણા સામાન્ય રીતે ઘર ની સજાવટમા ઉપયોગી છે પરતું ઘણા ઓછા લોકો ને ખબર છે કે ઘર માં વિણા રાખવાથી આપણાં કોઈ પણ આયોજન ને સમય પર પૂર્ણ કરવામાં મદદ કરે છે અને આપની આર્થિક સમસ્યા દૂર થાય છે.

તેથી જો તમે પણ જીવન માં ગરીબી જેવી સમસ્યા થી પીડાઈ રહ્યા છો તો અપનાવો માત્ર આ નાના નાના ઉપાયો. જેનાથી થશે ખુબજ લાભ. અને જીવનમાં મળશે હંમેશા સફળતા અને સમૃદ્ધિ.

Leave a Reply

error: Content is protected !!