ઓટો રીક્ષા ચલાવનારનો દીકરો આવી રીતે બન્યો કરોડ પતિ, આલીશાન ઘર અને લગ્ઝરી ગાડીઓ નો છે માલિક

કોરોના મહામારી ના લીધે દરેક લોકો પરેશાન છે. હાલમાં ઘણા ટીવી શો ના લીધે ઘણા એક્ટરો વાઈરલ થઇ રહ્યા છે. ત્યારે એક કિસ્સો ટીવી શો મહારાણા પ્રતાપ ના એક્ટર ફૈઝલ ખાન ને લઈને વાઈરલ થઇ રહ્યો છે. ચાલો જાણીએ તેના જીવન સાથે જોડાયેલ કેટકાલ કિસ્સાઓ.  મહારાણા પ્રતાપ ટીવી શો હમણાં ફરી પ્રસારિત થઇ રહ્યો છે ત્યારે આ શો ના એક્ટર ફૈઝલ ખાન જેને યુવાન મહારાણા પ્રતાપ નું પાત્ર નિભાવ્યું હતું એમની રીયલ લાઈફ પણ ખુબજ દિલચસ્પ છે.

image source

ફૈઝલ ખાન એ ડાન્સ ઇન્ડિયા ડાન્સ લીટલ માસ્તર સીઝન ૨ માં ભાગ લીધો હતો. ઓડીશન દરમિયાન જજ ટેરેન્સ અને ગીતા તેનાથી ખુબજ ખુશ થઇ ગયા હતા. આ શો ના તેઓ વિનર રહ્યા હતા. ત્યાર બાદ ફૈઝલ ખાનએ એક્ટિંગ ની દુનિયામાં પોતાની એન્ટ્રી કરી. ફૈઝલ ખાનએ જણાવ્યું કે તેમના પિતા રીક્ષા ડ્રાઈવર અને તેમના મમ્મી હાઉસ વાઈફ છે. બંને તેના ડાન્સ ને સપોર્ટ કરે છે. તેમના પિતા એ જણાવ્યું હતું કે તેઓ તેના દીકરાનો ડાન્સ જોઈ ખુબજ પ્રેરિત થાય છે.

image source

ડાન્સર માંથી એક્ટર બનેલ ફૈઝલ ખાન ૨૧ વર્ષ નો થઇ ગયો છે. તે એક રીક્ષા ડ્રાઈવર નો છોકરો છે પરંતુ આજે તેની પાસે પોતાનું ઘર છે. બે લગ્ઝરી કાર અને એક બાઈક છે. આજે પણ તેઓ પોતાના પિતાની રીક્ષા માં જ આવવા જવાનું પસંદ કરે છે. તેના પિતા મુંબઈ માં એક હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન ના અધ્યક્ષ છે , પરંતુ પોતાના દીકરા માટે તેઓ આજે પણ રીક્ષા ચલાવવાનું પસંદ કરે છે.

image source

ફૈઝલ ખાન એ એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું- “હું ગમે એટલી મોટી ગાડીઓ ખરીદું, પરંતુ એ બધાની કિંમત પાપની ની રીક્ષા સામે કઈ જ નથી. હું આજે પણ એ જ રીક્ષા માં આવવા જવાનું પસંદ કરું છું. આ રીક્ષા સાથે ખુબજ લાગણીઓ જોડાયેલ છે. ડેડી હવે બીજા લોકો માટે રીક્ષા નથી ચલાવતા. પરંતુ મારા માટે ખુશી ખુશી ડ્રાઈવ કરે છે.”

image source

૨૦૧૫ માં તેમને મુંબઈ માં પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. જ્યાં તે પરિવાર સાથે ર્રહે છે. અહી એક વન બીએચકે ફ્લેટ મુંબઈ ના એક પોષ વિસ્તાર ના એપાર્ટમેન્ટ ના ૧૫ માં માળે છે. ફૈઝલ ખાન ત્યારે ૧૪ વર્ષ નો હતો, જયારે તેને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ (૨૦૧૨) જીત્યો હતો. ત્યાર થી આજ સુધી તેને પાછું વળી ને નથી જોયું. તેમણે ફેમસ શો ‘ભારત ક વીર પુત્ર : મહારાણા પ્રતાપ’ (૨૦૧૩-૧૪) માં મુખ્ય રોલ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ડાન્સિંગ રીયાલીટી શો ‘જલક દિખલાજા’ (૨૦૧૪) ના વિનર બન્યા.

Leave a Reply

error: Content is protected !!