1 જૂનથી રેલ્વે કરશે રોજની 200 નોન એસી ટ્રેનો શરૂ, ટૂંક સમયમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થશે

લોકડાઉન વચ્ચે રેલ્વેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રેલ્વેના આ પગલાથી હવે ટૂંક સમયમાં રેલ્વે મુસાફરોને રાહત મળે તેવી અપેક્ષા છે. રેલવે હવે નોન-એસી ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે મંગળવારે ટ્વિટ કર્યું છે કે 1 જૂનથી દરરોજ 200 નોન એસી ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ ટ્રેનોનું ટાઇમ ટેબલ બહાર પાડીને ઓનલાઇન બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, આગામી કેટલાક દિવસોમાં બુકિંગ શરૂ થઈ જશે. જો કે બુકિંગ હજી પણ ઓનલાઇન જ રહેશે.

image source

પિયુષ ગોયલે કહ્યું કે ટૂંક સમયમાં ટ્રેનોનું શિડ્યુલ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ટિકિટ બારીમાંથી ટિકિટ બુક કરવાની મંજૂરી નથી જેથી સ્ટેશન પર લોકોની ભીડ ઓછી થઈ શકે. પિયુષ ગોયલે એક પછી એક ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે રેલવે આગામી થોડા દિવસોમાં દરરોજ 200 મજૂરોની વિશેષ ટ્રેનો શરૂ કરશે જેથી વિવિધ સ્થળોએ ફસાયેલા લોકો ઘરે પહોંચી શકે.અમે જણાવી દઈએ કે 19 દિવસમાં રેલ્વેએ લગભગ 21.5 લાખ મજૂરને તેમના રાજ્યોમાં પહોચાડે છે. મજૂરોએ વિશેષ ટ્રેનો દ્વારા પરિવહન કર્યું છે. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે પરપ્રાંતિય પ્રવાસીઓની નોંધણી કરવામાં આવે અને આ સૂચિ રેલ્વેખાતામાં આપવામાં આવે. શ્રમિક ટ્રેનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.

image source

ગોયલે ટ્વિટ કર્યું છે કે, આગામી બે દિવસની અંદર, રેલવે દરરોજ 400 મજૂરની વિશેષ ટ્રેનો ચલાવશે. તમામ સ્થળાંતરીઓને તેઓ જ્યાં હોય ત્યાં રહેવાની વિનંતી કરવામાં આવે છે, ભારતીય રેલ્વે તેમને ઘરે લઈ જશે. ગોયલે રાજ્ય સરકારોને પણ કહ્યું હતું કે તેઓ તમામ પરપ્રાંતિની ઓળખ કરે જે તેમના ઘરે જવા પગપાળા રવાના થઈ ગયા છે.

image source

મધ્યપ્રદેશમાં અત્યાર સુધીની 100 ટ્રેનોમાંથી એક લાખ 34 હજાર કામદારો ઘરે પરત ફર્યા છે

મધ્યપ્રદેશના અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે બસ અને ટ્રેનનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં એક લાખ 34 હજાર 701 કામદારો 100 ટ્રેનો દ્વારા તેમના રાજ્યમાં પહોંચ્યા છે. આ ઉપરાંત મુખ્ય સચિવ અને રાજ્ય નિયંત્રણ ખંડ પ્રભારી આઈસીપી કેશરીએ મંગળવારે જણાવ્યું હતું કે આ 100 ટ્રેનોમાં મુખ્યત્વે રીવા 30, મેઘનગર 13, ગ્વાલિયર 9, જબલપુર 6 અને છતરપુર 6 ટ્રેનો આવી છે.

image source

રેલવેએ જણાવ્યું હતું કે આ ટ્રેનોમાં તમામ મુસાફરોને સીટ આપવામાં આવશે,અને આ ટ્રેનોનું સંચાલન 1 જૂનથી શરૂ થશે. 21મેના રોજ સવારે 10વાગ્યે આ ટ્રેનોની ટિકિટ બુકિંગ શરૂ થઈ હતી. બુકિંગ શરૂ થતાની સાથે જ અનેક ટ્રેનોની બેઠકો ભરાઇ ગઇ હતી.

One thought on “1 જૂનથી રેલ્વે કરશે રોજની 200 નોન એસી ટ્રેનો શરૂ, ટૂંક સમયમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થશે

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!