એક દિવસમાં આ બધું ખાય છે PM મોદી, જાણો તેમનો દૈનિક ભોજનનો ખર્ચ

સામાન્ય રીતે જો કોઈ આપણને પૂછે કે આપણા પ્રધાન મંત્રી નો ભોજન ખર્ચ કેટલો થતો હશે એ જણાવો? તો સામાન્ય નાગરિક ના મનમાં એવો જ વિચાર આવે કે દેશના પ્રધાન મંત્રી કઈ જેમ તેમ થોડું ખાય એતો હાઈફાઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવું સારું સારું જ જમતા હોય એટલે લગભગ ૧૦૦૦ જેવો થતો હશે. પરંતુ ના જો તમે પણ આવું જ વિચારી રહ્યા છો તો તમે અહી બિલકુલ ખોટા સાબિત થશો. તો ચાલો આજે આપણે જાણીએ આપણા પ્રધાન મંત્રીનો એક દિવસનો ભોજનનો ખર્ચ કેટલો હોય છે.

image source

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી છે અને તેઓ માત્ર ભારત માં જ નહિ આખી દુનિયા માં પ્રખાય્ત છે. ઘણી વાર એવું જોવા મળે છે કે BJP સરકાર ના વિરોધીઓ તેમના ખર્ચને લઈને ઘણી વાર સવાલ ઉઠાવે છે. પરંતુ દેશના પ્રધાન મંત્રી નારેન્દ્ર મોદી પોતાના વ્યક્તિગત ખર્ચ નું વહન જાતે જ કરે છે. તેના માટે તેઓ સરકાર પસેથી કોઈ સહાય નથી લેતા. આજે અમે જણાવીશું તેમની ફૂડ અડત અને તેમના દૈનિક ભોજન ખર્ચ વિશે.

image source

મોદી જી સવારે ૫ વાગે ઉઠી જાય છે. અને યોગ વગેરે કરે છે. તેમજ નાહી ધોઈ ને સવારે ૭ વાગે તૈયાર થઇ જાય છે. ત્યાર બાદ પીએમ મોદી નાસ્તો કરે છે. અને નાસ્તામાં તેમને થેપલા, ઢોકળા અથવા પૌવા પસંદ છે. બપોરના ભોજન માં મોદીજી ગુજરાતી અથવા દક્ષીણ ભારતીય હળવું ભોજન પસંદ કરે છે. અને સાંજે રાત્રી ના ભોજન માં તેઓ રોટલી, દાળ અને દહીં વગેરે લેવાનું પસંદ કરે છે. મોદી જીનાવ્રાત્રી દરમિયાન પુરા નવ દિવસ નું વ્રત પણ રાખે છે. અને એ દરમિયાન તેઓ દિવસ માં માત્ર એક ફળ જ ખાય છે.

image source

તેનાથી એક વાત તો ચોક્ખી જ છે કે તેમની દિનચર્યા એક સામાન્ય વ્યક્તિ જેવી જ છે. અને ભોજન પણ તેઓ એક સામાન્ય વ્યક્તિ જેવું જ લેવાનુપસંદ કરે છે. તેમનો દૈનિક ભોજન નો ખર્ચ ૨૦૦ રૂપિયા અથવા તો તેનાથી પણ ઓછો એટલો આવે છે. જે દરેક સામાન્ય વ્યક્તિ નો દૈનિક ભોજન ખર્ચ આટલો જ હોય છે.

Leave a Reply

error: Content is protected !!