વાળ માં મહેંદી લગાવતા પહેલા મિક્સ કરીલો આ વસ્તુ, મળશે ગજબના ફાયદા

વાળ સફેદ થવા લાગે અથવા સુકા કે નિર્જીવ થવા લાગે તો દરેક વ્યક્તિ તરત જ વાળ માં મહેંદી લાગવાનું વિચારે છે. પરંતુ આ બધી સમસ્યા દુર કરવા માટે વાળ માં મહેંદી લાગવા માટે પેસ્ટ તૈયાર કરતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી લેવાથી વાળ માં ચમક ની સાથે સાથે વાળ સુંદર દેખાવા લાગે છે.આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ.

image source

ચાય પત્તી નું પાણી : મહેંદી પલાલ્લ્તા સમયે ચા ના પાન મિક્સ કરવા માટે તેને પાણી માં ઉકાળીને મહેંદી ના પાવડર માં મિક્સ કરી લેવું અને આખી રાત એમજ રહેવા દેવું. અને પછી તેનો ઉપયોગ કરવો આવું કરવાથી વાળ ની રુક્ષતા દુર થઇ જાય છે. અને વાળ મુલાયમ બને છે.

image source

કોફી પાવડર : મહેંદી માં કોફી મિક્સ કરવાથી વાળ માં મહેંદી નો રંગ સારો આવે છે. તેને તમે પાવડર અથવા લોક્વીદ બંને સ્વરૂપે ઉપયોગ માં લઇ શકો છો. લોક્વીદ ના રૂપ માં ઉપયોગ કરવા માટે પાણી માં તેને મિક્સ કરી ઉકાળી લેવી. ઠંડુ થઇ જાય એટલે એ પાણી માં મહેંદી મિક્સ કરી લેવી.

image source

લીંબુ નો રસ : લીંબુ નો રસ વાળ માંથી ખોડો દુર કરવામાં અને ટાળવામાં થતું ફંગલ ઇન્ફેકશન ને દુર કરવામાં મદદ કરે છે. તેના માટે મહેંદી ના ઘોળ માં લીંબુ નો રસ મિક્સ કરીને તમે ઈચ્છો તો દહીં પણ મિક્સ કરી શકો છો.

image source

ઈંડા : ઈંડા માં પ્રોટીન, સીલીકોન, સલ્ફર, વિટામીન ડી અને ઈ હોય છે. જે તમારા વાળ ને પોષણ આપે છે. તેનો પીળો ભાગ વાળ ને મજબુત બનાવે છે. જયારે સફેદ ભાગ વાળ ની સફાઈ કરે છે. આનો ઉપયોગ કરવાથી વાળ વધારે મુલાયમ, ચમકદાર, અને સુંદર દેખાય છે. તેના માટે તમારે ઈંડા ની અંદર નું બધું જ પ્રવાહી મહેંદી માં મિક્સ કરી લેવાનું છે. આમ ઉપર દર્શાવેલ વસ્તુઓ માંથી કોઈ પણ એક વસ્તુ મહેંદી માં મિક્સ કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળ ની સુંદરતામાં ખુબજ વધારો થાય છે. તમને તરત જ ફર્ક મહેસુસ થશે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!