એન્જીનીયરીંગ પછી આવ્યા એક્ટિંગની દુનિયામાં, આવી છે ‘મહાભારત ના શકુની’ ની સફર

બીઆર ચોપડા ના મહાભારત પછી વર્ષ ૨૦૧૩ માં આવી સિદ્ધાર્થ તિવારી ના શો એ લોકો નું દિલ જીતી લીધું હતું. લોક ડાઉન માં આ મહાભારત ને સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવ્યું છે. કૌરવો, પાંડવો અને દ્રોપદી ઉપરાંત શો ના એક કલાકારે ખુબજ નામના મેળવી. અહી વાત થઇ રહી છે મામા શકુની ની.

image source

દુર્યોધન ના મામા શકુની ના પાત્ર માં અભિનેતા પ્રણિત ભટ્ટ એ નિભાવ્યું હતું. તેમને આ પાત્ર ખુબજ સારી રીતે રજુ કર્યું હતું,. નેગેટીવ પાત્ર માં પ્રણિતએ એક ખુબજ સારા કલાકાર નું કામ કર્યું.

પરંતુ શું તમે જાણો છો પ્રણિત ભટ્ટ એ એન્જીન્યરીંગ નું ભણતર પૂરું કરેલ છે. તેમણે સોફ્ટવેર કંપની વિપ્રો માં પણ કામ કરેલ છે. પરંતુ બાદ માં તેને નોકરી છોડી ને અભિનય અને મોડેલીંગ ની દુનિયામાં પોતાનું કરિયર આગળ વધાર્યું.

image source

પ્રણિત ૨૦૦૨ માં મુંબઈ માં આવ્યા. ત્યાર બાદ તેણે મોડેલીંગ શરુ કર્યું. ૨૦૦૪ માં તેમને ટીવી શો કિતની મસ્ત હે જીંદગી થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે કાજલ ગીત, મહાભારત, બીગ બોસ ૮, રાજિયા સુલતાન, ત્રીદેવિયા, પોરસ, મેરી હાનીકારક બીવી, અલાદીન જેવા શો માં કામ કર્યું.

પ્રણિત એ આમ તો ઘણા ટીવી શો કર્યા પરંતુ તેમને ઓળખાણ શકુની ના પાત્ર એ અપાવી. આ પાત્ર પછી જ તેમનું નામ બન્યું. આ રોલ તેના જીવન માં ગેમ ચેન્જર તરીકે સાબિત થયો. મહાભારત થી લોક પ્રિય થયા બાદ તેઓ બીગ બોસ ૮ નો હિસ્સો બન્યા.

image source

રીલ લાઈફ માં શકુની નું નેગેટીવ પાત્ર નિભાવીને ચર્ચા માં આવેલ પ્રણવ નું અસલી રૂપ બિગબોસ માં જોવા મળ્યું. તેઓ અસલી જીવન માં ખ્લ્નાયાક્નાહી નાયક છે. તેમની બીગ બોસ જર્ની ખુબજ પસંદ કરવામાં આવી.

આ બીગ બોસ ના મંચ દ્વારા પ્રણવ ની ખ્યાતી ને ખુબજ વધારી. તેમના અંગત જીવનની વાત કરીએ તો. નવેમ્બર ૨૦૧૫ માં તે પોતાની લાંબા સમય થી રહી ચુકેલી ગર્લ ફ્રેન્ડ કંચન શર્મા સાથે લગ્ન કર્યા.

image source

પ્રણિત ભટ્ટ ના લગ્ન માં મહાભારત અને બીગ બોસ ના તેમના નજીક ના મિત્રો પણ આવ્યા હતા, પ્રણિત ટીવી જગત નો ઓળખીતો ચહેરો છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ જીવન થી ખુબજ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!