પૈસાની અછતને કારણે આ અભિનેતા હોસ્પિટલ માંથી રજા લેવા માંગે છે,  કહ્યું કે- હું કાલે મરી જઈશ તો પણ હું અહીં રોકાઈશ નહીં

એક સમયે લોકોના દિલો પર રાજ કરનાર પ્રખ્યાત અભિનેતા તેની મુશ્કેલીઓ અને માંદગીને કારણે આજે ખૂબ જ ખરાબ હાલતમાં છે. ‘સસુરાલ સિમર કા’ અભિનેતા આશિષ રોય હોસ્પિટલમાં દાખલ છે. તાજેતરમાં જ તેણે ફેસબુક દ્વારા લોકોને માહિતી આપી હતી કે તે આઈસીયુમાં છે અને તેને સારવાર માટે પૈસાની જરૂર છે. હવે આશિષે હોસ્પિટલને રજા આપવા અપીલ કરી છે. તે કહે છે કે પૈસા રહ્યા નથી અને હવે તે હોસ્પિટલનું બિલ ભરી શકશે નહીં.

image source

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને એક ઇન્ટરવ્યૂ આપતા આશિષે કહ્યું કે હું પહેલેથી જ પૈસાની તંગી જોઈ રહ્યો છું. લોકડાઉનને કારણે મારી હાલત કથળી છે. ત્યાં બે લાખની બચત હતી, જે હું હોસ્પિટલના બીલના બે દિવસ ચૂકવતો હતો. પહેલા મને કોરોના થયો , જેના ઈલાજમાં 11 હજાર થયા. અને બાકીની દવાઓ અલગ હતી. એક વાર ડાયાલિસિસમાં 90 હજાર રૂપિયા વપરાય છે.

image source

મારી સારવાર માટે ચાર લાખની જરૂર છે, પરંતુ મારી પાસે એટલા પૈસા નથી. તેથી મારે હવે ઘરે જવું છે. હું આ હોસ્પિટલની રકમ ભરી શકતો નથી. કેટલાક લોકો મને મદદ કરી રહ્યા છે જેથી મને હોસ્પિટલની બાકી રકમ ચૂકવ્યા બાદ છૂટો કરવામાં આવે. કાલે મારે મરવું પડે તો પણ હું હવે અહીં રોકાઈ શકતો નથી.

image source

આશિષના સહ-કલાકાર સૂરજ થાપર કહે છે કે આશિષ તેના 2  બીએચકે ફ્લેટ્સ વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ લોકડાઉનને કારણે તે પણ ઉતાવળમાં  થઈ શકે એમ નથી. આશિષે અગાઉ કહ્યું હતું કે 18 મેથી હું હોસ્પિટલમાં દાખલ છું. સ્થિતિ એકદમ ગંભીર છે. બે દિવસમાં બે લાખ રૂપિયાનું બિલ આવી ગયું છે. અને હવે, તે સારવાર કરાવી શકશે નહીં કારણ કે તેની પાસે પૈસા વધ્યા નથી.

image source

આશિષ આગળ કહે છે કે મારી પાસે પૈસા નથી. મેં હોસ્પિટલમાં બે લાખ આપ્યા કારણ કે મેં બે દિવસ માટે આટલું બિલ ભર્યું હતું. હવે એક રૂપિયો પણ બચ્યો નથી. ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. તે લોકો ફોન પીએન કરી રહ્યા છે. ચાલો જોઈએ હવે પછી શું થાય છે. વાયરસના કારણે મને એક અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.જે એકદમ મોંઘુ છે. મારૂ ડાયાલિસિસ થાય છે. અને ચાર કલાક સુધી ચાલે છે. દવાઓ અને ઇન્જેક્શન પણ ખૂબ ખર્ચાળ છે.

image source

આ વર્ષની શરૂઆતમાં આશિષને માંદગીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના શરીરમાં લગભગ 9 લિટર પાણીનો સંગ્રહ થયો હતો. ડોક્ટરોએ ખૂબ જ મહેમત બાદ તેના શરીરમાંથી પાણી બહાર કાઢ્યું. આશિશે ‘સસુરાલ સીમર કા’, ‘બનેગી અપની બાત’, ‘વ્યોમકેશ બક્ષી’, ‘યસ બોસ’, ‘બા બહુ ઓર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ અને ‘ આરંભ ’ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

One thought on “પૈસાની અછતને કારણે આ અભિનેતા હોસ્પિટલ માંથી રજા લેવા માંગે છે,  કહ્યું કે- હું કાલે મરી જઈશ તો પણ હું અહીં રોકાઈશ નહીં

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!