સાંજના સમયે કરેલ આ 5 કામ લાવે છે દુર્ભાગ્ય, જાણો અને બચો

શાસ્ત્રો માં વ્યક્તિના જીવન સાથે જોડાયેલ ઘણા નિયમો દર્શાવ્યા છે. જેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ના જીવન માં ક્યારેય સદભાગ્ય ની કમી નથી રહેતી. તેની સાથે આવું પાન કહેવાય છે કે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે દુર્ભાગ્ય નું કારણ બને છે.આજે અમે તમેન જણાવીશું સાંજ ના સમયે ના કરવાના કાર્યો વિશે. આ એવા કાર્યો છે જે પોતાની સાથે નકારાત્મકતા લઈને આવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

image source

તુલસી ને અડવું : સાંજના સમયે તુલસીને અડવું શાસ્ત્રો માં વર્જિત માનવામાં આવ્યું છે. કારણ કે સાંજ ના સમયે તુલસી લીલા કરવા જાય છે. તેથી સાંજના સમયે તુલસી ને અડવું અપરાધ માનવામાં આવે છે. સાંજ ના સમયે તુલસી ની દીવા સાથે આરતી કરવી જોઈએ. આવું કરવાથી ધન સંકટ દુર થઇ જાય છે.

 

image source

શંખ વગાડવો : એવું કહેવામાં આવે છે કે સુર્યાસ્ત પછી દેવી દેવતા આરામ કરવા જતા રહે છે. તેથી ક્યારેય પણ આ સમયે શંખ ના વગાડવો જોઈએ. સુર્યાસ્ત સમયે પૂજા કરો તો ધ્યાન રાખો કે શંખ ના વગાડો. શંખ ના અવાજ થી ભગવાનના આરામ માં ખલેલ પડે છે. સાંજ ના સમયે શંખ વગાડવાથી લાભ ના બદલે નુકશાન થાય છે.

image source

દરવાજો બંધ રાખવો : સંડ્યા સમયે ઘરનો મુખ્ય દરવાજો બંધ ના કરવો જોઈએ. લોક માન્યતા છે કે આ સમય લક્ષ્મી ના આગમન નો સમય છે. તેથી કહેવાય છે કે સંધ્યા સમયે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.

image source

ઉધાર આપવું : સાંજના સમયે કોઈ પણ વ્યક્તિને રૂપિયા આપવા ના જોઈએ અને ના તો કોઈ પાસેથી લેવા જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. ધન ની લેન દેન હંમેશા સવારે જ કરવી જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે જો કોઈને ધન આપીએ તો તેનો મતલબ લક્ષ્મી ને વિદાઈ આપવી એવો થાય છે.

image source

કંકાસ નું વાતાવરણ : સાંજ ના સમયે હંમેશા ઘરનું વાતાવરણ હર્ષ ઉલ્લાસ વાળું રાખવું જોઇઉએ. આ સમયે રોવાથી કે કંકાસ કરવાથી અપશુકન થાય છે. આવું કરવાથી અલક્ષ્મી નું આગમન થાય છે. જેનાથી લોકો બીમાર થઇ જાય છે. અને માસિક ચિંતા ઉદ્ભવે છે. તેમજ ધનની હાની પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!