ભોજનના 1 કલાક પહેલા ખાવી આ વસ્તુ, શરીરની ચરબી થઇ જશે આપોઆપ છુમંતર

આજકાલ મેદસ્વીતાની સમસ્યા ખુબજ વધી રહી છે. શરીર માં વધારાની ચરબી જમા થવા લાગે છે ત્યારે ઘણી બધી બીમારીઓ ને આમંત્રણ આપે છે. જો શરીરના બીજા કોઈ પણ ભાગ માં ચરબી વધે ચાલે પરંતુ પેટ અને કમર માં ચરબી થવાથી ખુબજ નુકશાન થાય છે. ઘણા લોકો ના હાથ અને પગ પાતળા હોય છે પરંતુ તેમનું પેટ બહાર આવી ગયેલ હોય છે. આવું તમારી ભોજનની ખોટી ટેવો ના કારને થાય છે. જો તમારી કમર અને પેટ ની ચરબી વધારે છે તો તમારે તેને ઓછી કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. અને એ માટે આજે અમે તમારી મદદ કરીશું.

image source

જો તમે કમર અને પેટની ચરબી ઘટાડવા ઈચ્છો છો તો સૌથી પહેલા કસરત ચાલુ કરવાની રહેશે. દરરોજ થોડી કસરત, યોગ, અને દોડવું જોઈએ. તમે ઈચ્છો તો જીમ પણ જોઈન કરી શકો છો. જો કે માત્ર આટલું કરવાથી જ તમારી કમર પાતળી નહિ થાય. તમે એવા ઘણા લોકો જોયા હશે જે નિયમિત જીમ જતા હશે, કસરત કરતા હશે તેઓના મસલ્સ તો બની જાય છે પરંતુ કમર પાટલી નથી થતી. આવું એટલા માટે કે કમર ની ચરબી ઘટાડવા વ્યાયામ માત્ર ૨૦% જેટલી ભૂમિકા નિભાવે છે. જયારે ૮૦% આધાર તમારા ભોજન પર હોય છે. તેથી ભોજન પર નિયંત્રણ રાખવું પણ ખુબજ જરૂરી છે.

image source

સૌથી પહેલા તો બજારનું જંકફૂડ ખાવાનું બંધ કરવું પડશે.સાથે સાથે તમારા ભોજન માં શાકભાજી, સલાડ, ફણગાવેલ કઠોળ, અને ફળ ની માત્ર વધારે રાખવી. એક સાથે પેટ ભરીને ખાવાની જગ્યા એ આખો દિવસ થોડું થોડું ભોજન કરવું જોઈએ. અને દિવસ દરમિયાન ચાર થી પાચ વાર ખાવું જોઈએ.

image source

ભોજન ના 1 કલાક પહેલા આ વસ્તુ ખાવાથી ઓછી થાય છે કમર ની ચરબી : જયારે પણ ભોજન કરવા બેસો તેના એક કલાક પહેલા કાચા શાકભાજી અને સલાડ ખાવું જોઈએ. તેમાં સૌથી વધારે કાકડી, ગાજર, અને કોબીજ લેવી. આ સલાડ ની માત્ર નોર્મલ જ રાખવી અને ભોજનના એક કલાક પહેલા લેવું. જેને તમે એક કટોરી જેટલું ખાઈ શકો છો. સામાન્ય રીતે લોકો ભોજનની સાથે સલાડ ખાય છે. પરંતુ ભોજન ની પહેલા ખાવામાં આવે તો પાચન તંત્ર એક્ટીવ થઇ જાય છે. અને પછીજ્યારે તમે ભોજન કરો છો તો તેની ચરબી પેટ માં જમા નથી થતી.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!