સમુદ્ર શાસ્ત્ર : શરીર ના આ અંગો પર ખંજવાળ આવવાનું હોય છે ખાસ મહત્વ

આપણે સૌએ ઘણીવાર જોયું હશે આપણી સાથે બનેલી કોઈ પ્રાકૃતિક ઘટના ભવિષ્ય તરફ સંકેત કરે છે. આપણી સાથે કે આપણા શરીર મા થતી ઘટના આપણને ભવિષ્ય વિશે જણાવે છે. સમુદ્ર શાસ્ત્ર માં શરીર ના વિભિન્ન અંગો માં થતા બદલાવ નું વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં શરીર મા થતી ખંજવાળ નું પણ ખાસ મહત્વ માનવામાં આવ્યું છે.

image source

સમુદ્ર શાસ્ત્ર ની અનુસાર જ્યારે પણ આપણા શરીર ના કોઈ પણ ભાગ માં ખંજવાળ આવે છે તો આપણે ખંજવાળવા ની સાથે સાથે વિચાર માં પણ ખોવાઈ જઈએ છીએ કે આનાથી શું પરિણામ આવશે. હકીકત માં શરીર પર ખંજવાળ આવવાના પણ ઘણા સંકેત છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જાણો તમારા શરીર ના કયા અંગ પર ખંજવાળ આવવાના કયા સંકેત હોય છે. ચાલો જાણીએ.

image source

હાથ પર ખંજવાળ આવવાનું કારણ : કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ના જમણા હાથ ની હથેળી પર ખંજવાળ થતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે તેને જલ્દી જ ધન લાભ થવાનો છે. તેમજ જો દાબા હાથ માં ખંજવાળ થાય તો ધન નો વ્યય થવાનો છે.

આંખો ની પાસે ખંજવાળ આવવી : કહેવામાં આવે છે કે આંખ ની અંદર કે તેની આસપાસ ખંજવાળ થાય તો તે ક્યાંક થી પૈસા આવવાનો સંકેત છે.

image source

હોઠ પર ખંજવાળ આવવી  :  કહેવામાં આવે છે કે જો હોઠ પર ખંજવાળ થતી હોય તો ક્યાંક થી સ્વાદિષ્ટ ભોજન મળવાનું છે.

પીઠ પર ખંજવાળ : કહેવામાં આવે છે કે જો પીઠ પર ખંજવાળ થાય તો તેનો અર્થ એવો થાય છે કે તમારે ત્યાં બીમારી અને કસ્ટ ટકોર કરવાના છે.

image source

માથા પર ખંજવાળ : માનવામાં આવે છે કે માથા ના પાછળ ના ભાગ પર ખંજવાળ આવે તો તમારી ઓફિસ કે કાર્ય સ્થળ પર કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની શક્યતા છે તેમજ તમારું પ્રમોશન થઈ શકે છે.

પગ માં ખંજવાળ આવવી  : કહેવામાં આવે છે કે પગ પર ખંજવાળ આવે તો તમે યાત્રા પર ક્યાંક ફરવા જઈ શકવાના સંકેત છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!