સુપરસ્ટાર મોહનલાલ છે મલયાલમ ફિલ્મ ઉદ્યોગના અંબાણી, રાજા મહારાજા જેવી જીવનશૈલી છે

મિત્રો, મલયાલમ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા, મોહનલાલનો જન્મ 21 મે 1960 ના રોજ કેરળના અલનાથુરમાં થયો હતો. અભિનેતાની સાથે તે નિર્માતા, ગાયક અને થિયેટર કલાકાર પણ છે. મોહનલાલ મલયાલમ સિનેમાનું એક મોટું નામ છે. તેમના પિતા વિશ્વનાથન નાયર એક મહાન વકીલ હતા. તેમનું શિક્ષણ તિરુવનંતપુરમમાં થયું છે. બાળપણથી જ મોહનલાલનો કલા તરફનો લગાવ હતો. તે નાટકોમાં ભાગ લેતો.

image source

ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન ઉપરાંત મોહનલાલનો રેસ્ટોરન્ટ અને મસાલા પેકેજીંગનો ધંધો પણ છે. તેમને દક્ષિણના અંબાણી પણ કહેવામાં આવે છે. મોહનલાલનો દુબઈ સ્થિત બુર્જ ખલીફામાં એક ફ્લેટ છે. તેનું મકાન આ બિલ્ડિંગના 29 મા માળે છે. તેણે આ મકાન વર્ષ 2011 માં ખરીદ્યો હતો. મોહનલાલ પાસે મર્સિડીઝ બેન્ઝ, બીએમડબ્લ્યુ, જગુઆર અને રેન્જ રોવર જેવી ઘણી લક્ઝરી કારો છે.

image source

તેની જીવનશૈલી કોઈ રાજા મહારાજા કરતા ઓછી નથી અને સૌથી મોટી વાત એ છે કે તેણે આ બધું જ પોતાના હાથે મેળવ્યું છે. મોહન લાલની પહેલી ફિલ્મ ‘થિરોનોત્તમ’ હતી, જે 1978 માં બની હતી, પરંતુ સેન્સર બોર્ડના કારણે તે ક્યારેય રિલીઝ થઈ નહોતી. આ પછી, તેમને 1980 માં મંઝિલ વિરિંજા પુક્કલ સાથે પ્રથમ વખત સફળતા મળી. આમાં તે વિલનના પાત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. અહીંથી મોહનલાલની સફળ કારકિર્દી શરૂ થઈ.

તમને જણાવી દઈએ કે 1982 થી 1986 ની વચ્ચે તેમની ફિલ્મો દર 15 દિવસે રિલીઝ થતી હતી. 1983 માં, તેણે  25 થી વધુ ફિચર ફિલ્મોમાં કામ કર્યું હતું. 1986  એ તેમના શ્રેષ્ઠ વર્ષોમાંનું એક હતું. તેણે રજવિંટે માકન ફિલ્મમાં ડોનની ભૂમિકા ભજવી હતી અને બધાના દિલમાં લીધાં હતાં.

image source

2012 માં,  મોહનલાલને વર્લ્ડ તાઈકવાંદો દ્વારા ‘બ્લેક બેલ્ટ’ એનાયત કરવામાં આવ્યો છે. અગાઉ મોહનલાલ એક વ્યાવસાયિક રેસલર પણ રહી ચૂક્યો છે. 2001  માં ભારત સરકાર દ્વારા મોહનલાલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મોહનલાલ એ અભિનેતા છે જે નવ વખત શ્રેષ્ઠ અભિનેતા કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર માટે નામાંકિત થયા છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!