વિદુર નીતિ : આ 5 લોકોને ભૂલથી પણ ના લાવો ઘરમાં, આવી પડશે મોટી આફત

વિદુર નીતી અનુસાર આ એવાલોકો છે જેને આપણા ઘરમાં લાવવાથી આવે છે ખુબજ મોટી આફત . અ લોકો માંથી કેટલાક ને પોતાની જવાબદારીની નથી ખબર હોતી તો કેટલાક પોતાની આદત ના કરને આપણને મુશ્કેલી માં નાખી દે છે. તેથી સમય રહેતા આવા લોકો ને ઘરમાંથી દુર કરવા જોઈએ. ચાલો જાણીએ કોણ છે એ લોકો.

image source

૧. આળસુ : કેટલાક લોકો એવા હોય છે જે કર્મ પર નહિ ભાગ્ય પર ભરોસો કરતા હોય છે. આવા લોકો પાસે પુરતી ક્ષમતા હોવા છતાં કાર્ય નથી કરતા, અને બીજાના સહારે પડ્યા રહે છે. પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે પર તેઓબીજા પર આધાર રાખે છે. આવા લોકો ક્યારેય પોતાની જવાબદારી નથી સમજી શકતા તેથી તેમને ઘરમાં ના આવવા દેવા જોઈએ.

image source

૨. ખુબજ વધારે ભોજન કરતા લોકો : અહી વધારે ખાવાનો મતલબ છે જરૂરિયાત થી વધારે પ્રમાણ માં ખાવું. આવા લોકો આળસુ અને જાડા થઇ જાય છે. આવી સ્થિતિ માં તેઓ મહેનત વાળું કામ નથી કરી શકતા. અને પોતાની નાની નાની જરૂરિયાત માટે પણ પરિવાર પર આધાર રાખે છે.

image source

૩. લોકો સાથે દુશ્મની રાખનાર : કેટલાક લોકો ને આદત હોય છે નાની નાની વાતો પર બ્બીજા લોકો સાથે જગડો કરવાની. આવા લોકો ના મિત્રો ઓછા અને દુશ્મનો વધારે હોય છે. આવા લોકો ની સાથે રહેવાથી પણ મુસીબત આવી શકે છે. તેથી આવા લોકો થી દુર રહેવું જોઈએ.

image source

૪. ગુસ્સો કરનાર લોકો : જે લોકો ને ખુબજ વધારે ગુસ્સો આવતો હોય. અને જે નાની નાની વાતો પર મારવા મરવા પર ઉતરી આવે છે. આવા લોકો ને ક્યારેય ઘરમાં સ્થાન ના આપવું જોઈએ. પછી ભલે તે તમારા પાક્કા મિત્ર હોય તેમ છતાં તેમને ઘરે ના રહેવા દેવા જોઈએ. આવા લોકો ગુસ્સો આવે ત્યારે સારું ખરાબ નથી વિચારતા અને કઈક એવું કરી બેસે છે જેનાથી તમે મુસીબત માં મુકાઈ શકો છો.

image source

૫. સમય અને સ્થળનું જ્ઞાન ના હોય એવા લોકો : જે લોકો ને સ્થાન અને સમય નું જ્ઞાન ના હોય એવા લોકો ને પ[ણ ઘરમાં સ્થાન ના આપવું જોઈએ. જેમ વિદેશ માં કોઈ વ્યક્તિ જાય તો તેને એ દેશના નિયમો  પાલન કરવાનું રહે છે. આવું ના કરવાથી એ પોતે તો મુશ્કેલી માં મુકાય છે સાથે સાથે તમને પણ ફસાવે છે.

Leave a Reply

error: Content is protected !!