ટ્યુશન ક્લાસ કરાવીને પહેલી બાઈક ખરીદેલી સુશાંતે – આ ફોટો અને મેસેજ વાઈરલ થયા

સુશાંતસિંહ રાજપૂત ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. અભિનય ક્ષેત્રમાં  કારકિર્દી બનાવવા માટે તેણે એન્જિનિયરિંગ છોડી દીધું હતું. સુશાંતને બાઇક અને વાહનોનો ખુબ શોખ હતો. એમના કરુણ મૃત્યુ પછી  સુશાંતની જૂની પોસ્ટ બહાર આવી રહી છે, તેણે વિદ્યાર્થીઓને ટ્યુશન ભણાવ્યા અને કમાણી કરી ત્યાર  બાદ બાઇકની તસવીર પોસ્ટ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને જતા રહેવાથી આખા દેશ ને મોટો  આંચકો લાગ્યો છે. તે એક સારો અભિનેતા હતો અને ભણવામાં પણ ઘણો સારો રહ્યો છે. સુશાંતની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બહાર આવી રહી છે. આ પોસ્ટમાં તે એકદમ નાની ઉમરના જોવા મળી રહ્યા  છે. ફોટો વર્ષ 2006 નો છે. આ સાથે તેમણે લખ્યું કે, #કોલેજડેઝ #2006 એ એન્જિનિયરિંગની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન આપીને આ પહેલી બાઇક ખરીદી હતી. કેટલીક વસ્તુઓ તમને જીવનમાં ખૂબ ખુશ કરે છે.

સુશાંતસિંહ રાજપૂતને પણ વાહનોનો શોખ હતો. તેની પાસે સ્કોડા, જગુઆર, લેન્ડ રોવર જેવી કાર પણ હતી. સુશાંતે ‘એમએસ ધોની’, ‘કેદારનાથ’ અને ‘ચિચોર’ જેવી યાદગાર ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!