યજમાનનું તેડુ આ 6 સંકેત જરૂર લઈને આવે છે – ઇગ્નોર કરવા જેવા નથી આ સંકેત

જયારે યમરાજ નું તેડું આવે છે તેની પહેલા યમરાજ માણસ ને ઘણા પ્રકાર ના સંકેત આપે છે. કે જે જીવન ના અંત ની તરફ ઈશારો કરે છે. એવું માનવામાં આવે છે કે મનુષ્યના અનુરોધ પર યમરાજ દ્વારા આ વચન કરવામાં આવ્યું છે કે જયારે પણ કોઈ વ્યક્તિ નું મૃત્યુ થવાનું હશે તે પહેલા તે વ્યક્તિ ને કોઈ ને કોઈ સંકેત આપવા માં આવે છે.

જેને લીધે તે વ્યક્તિ ને પોતાના મૃત્યુ વિશે ખબર પડી જાય અને તે પોતાના જીવન ના અધૂરા કામો પુરા કરી શકે. એટલા માટે જ કહેવાય છે કે જયારે પણ કોઈ વ્યક્તિ નું મૃત્યુ થવાનું હોય છે તે પહેલા તેને પોતાના મૃત્યુ નો અહેસાસ થઇ જાય છે.આજે અમે તમને યમરાજ દ્વારા આપવામાં આવતા આવા સંકેતો વિશે જ જણાવીશું.

ઉમર વધવી :

ઉમર વધવાની સાથે જ શરીર નબળું બનતું જાય છે અને શરીર માં ઘણા બદલાવો થવાના શરુ થઇ જાય છે.સામાન્ય રીતે આ સમયે શરીર ઘણી બધી બિમારીઓ થી ભરાઈ જાય છે. એટલું જ નહિ વાળ પણ સફેદ થવા લાગે છે અને હાડકા નબળા પડી જાય છે.શરીર માં થનારા આ બદલાવો એ આ દુનિયા ને છોડી ને જવાના સૌથી મોટા સંકેત હોય છે.

ખરાબ સપનાઓ આવવા :

ઘણી વાર લોકો ને ખરાબ સપના આવતા હોય છે. જોકે આ સપનાઓ એક કે બે વખત આવે તો તે સામાન્ય વાત છે. પરંતુ વારંવાર એક જ ખરાબ સપનું આવવું અને સપના માં કાળા વ્યક્તિ દેખાવું એ યમરાજ તરફથી મોકલવામાં આવેલો એક સંકેત માનવામાં આવે છે.

જેને લીધે જે લોકો ને વારંવાર ખરાબ સપનાઓ આવે તો સમજી લેવું કે આ દુનિયા ને અલવિદા કહી દેવા નો સમય આવી ગયો છે અને આવા વ્યક્તિ ઓ એ પોતાના જરૂરી કામો પુરા કરી લેવા જોઈએ.

ભૂખ – તરસ ન લાગવી :

મૃત્યુ થયા પહેલા વ્યક્તિ ની ભૂખ અને તરસ પૂરી થઇ જાય છે અને તે કઈ પણ ખાવા નું બંધ કરી દે છે. એટલું જ નહિ ઘણી વાર તો વ્યક્તિ પોતાના કુટુંબી જનો સાથે વાત કરવાનું પણ બંધ કરી દે છે અને દુનિયા થી પોતાને અલગ જ કરી દે છે.

પૂર્વજો દેખાવા :

પૂર્વજો નું દેખાવું પણ આ દુનિયા ને છોડી ને જવાનો એક સંકેત માનવામાં આવે છે. જે લોકો ને વારંવાર સપના માં પોતાના પૂર્વજો નજર આવતા હોય અને તેઓને પોતાની પાસે બોલાવતા હોય તો આનો અર્થ એ છે કે આ વ્યક્તિ ના જીવન નો અંત થવાનો છે.

પડછાયો ન દેખાવો :

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ને પાણી, તેલ કે કોઈ પણ પ્રકાર ના પ્રવાહી માં પોતાનો પડછાયો દેખાતો બંધ થઇ જાય તે વ્યક્તિ નું મૃત્યુ જલ્દી જ થવાનું છે તેવું કહી શકાય છે.

પ્રકાશ નો સારી રીતે ન દેખાવું :

શિવપુરાણ મુજબ જયારે કોઈ વ્યક્તિ ને અગ્નિ નો પ્રકાશ સારી રીતે ના દેખાય તો આ વ્યક્તિ એ સમજી લેવું કે તેના દિવસો પુરા થવાના છે અને તે જલ્દી જ આ દુનિયા ને અલવિદા કહેવા ના છે. આના સિવાય જયારે વ્યક્તિ ની કુંડળી માં રાહુ, કેતુ, શની ગ્રહ ની દિશા ખરાબ થઇ જાય છે, તે પણ એક સંકેત છે કે તેના જીવન નો અંત થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!