આ ૫ સિતારાઓનું કરણ જોહર સાથે લફડુ જગજાહેર છે – શાહરૂખથી એકતા કપૂર સહીત આ નામો સામેલ છે
મિત્રો, આપણા બોલિવૂડ ફિલ્મજગતનો સૌથી જાણીતો અને લોકપ્રિય ચહેરો બનેલો ફિલ્મમેકર કરણ જોહર આ દિવસોમા ન્યુઝ ની ખાસી હેડલાઇન્સ બની રહ્યો છે. હાલ, નેપોટિઝમ અને ડિક્રિમિનાઇઝેશન ના મુદ્દે તેનું નામ ખુબ જ ચર્ચાઈ રહ્યુ છે. વાસ્તવમાં સુશાંતના આપઘાત પછી ચાહકો સહિત ઘણા બોલિવૂડ કલાકાર પણ તેના પર સગાવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે તેના પર આ આરોપ લગાવવામાં આવ્યો હોય. ભૂતકાળમા પણ તે ઘણીવાર આ મુદાના કારણે તેના પર અનેકવિધ આરોપો લાગ્યા છે. આ સિવાય જો તે અન્ય કોઈ કિસ્સાના કારણે હેડલાઇન્સમા રહેતો હોય તો તે છે તેની લવ લાઇફ. તેના પર આ વિશે પણ ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર આ મુદાને લઈને તેની ખુબ જ મજાક ઉડાવવામા આવે છે.
પરંતુ, તે આ મામલે કદી બોલતો નથી. આ જ કારણ છે કે આજ સુધી આ પ્રશ્ન એક ગાઢ રહસ્ય બનીને રહી ચુક્યુ છે. એટલું જ નહીં, ઘણા એવોર્ડ શો મા પણ કરણની મજાક ઉડાવવામાં આવી છે અને તે સિવાય ઘણા કલાકારો સાથે તેના પ્રેમસંબંધ અંગે ચર્ચા પણ થઈ હતી. જો કે, તે આ વિશે મીડિયા સાથે ક્યારેય ખુલ્લેઆમ બોલ્યો નથી. આવી સ્થિતિમા આજે આ લેખ દ્વારા આપણે જણાવીશુ કે, ક્યા-ક્યા હસ્તીઓ સાથે તેનુ નામ પ્રેમ બાબતે જોડાયુ છે.
કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના :
તમને જણાવી દઈએ કે, તેમનો પહેલો પ્રેમ બીજું કોઈ નહીં ટ્વિંકલ હતી. તે બંને એ એક જ શાળામાં અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન કરણ નુ દિલ ટ્વિંકલ માટે ધડકવા લાગ્યું હતું પરંતુ, તે પોતાની પ્રેમની લાગણી વ્યક્ત કરી શકે તે પહેલા જ અક્ષયે ટ્વિન્કલ ના જીવનમાં એન્ટ્રી મારી લીધી હતી અને તેને પોતાની જીવનસંગીની બનાવી લીધી.
શાહરૂખ ખાન અને કરણ જોહર :
આ બંનેની જોડીએ બોલિવૂડ ફિલ્મજગતને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ બંનેની નિકટતાને કારણે તેમના સંબંધો પર પ્રશ્નો ઉભા થયા હતા. આ બંને વિશે આજે પણ ઘણાં જોક્સ ઇન્ટરનેટ પર હાજર છે. તેણે તેની બાયોગ્રાફી એન અનસેટિટેબલ બોયમાં લખ્યું છે કે, શાહરૂખ તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને તે તેને પિતાની જેમ માને છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર :
આ બંનેના સંબંધો પર પણ એક સમયે પ્રશ્ન ઉઠ્યા હતા. જોકે બંને ખૂબ જ સારા મિત્રો છે. આ બંનેની મિત્રતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સિદ્ધાર્થ ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં તેમને મદદ કરી રહ્યો હતો. બંનેની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે તે રજાઓ માટે પેરિસ પણ ગયા હતા. ત્યારબાદ તેણે તેને “સ્ટુડન્ટ ઓફ ધ યર” ફિલ્મ સાથે બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે, તેને સિદ્ધાર્થ નુ વ્યક્તિત્વ એટલું ગમી ગયું કે તે તેના પ્રેમમાં પડ્યો.
મનીષ મલ્હોત્રા અને કરણ જોહર :
આ બંને વચ્ચેના સંબંધો ની પણ ચર્ચા ખુબ જ થઇ હતી. આ બંનેની બોન્ડિંગ ગાઢ છે. બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને જાણતા હતા, આ જ કારણે તેમના પ્રેમસંબંધ ને લઈને ઘણી ચર્ચાઓ થતી હતી. આ બંનેને ઘણીવાર પાર્ટીઓમાં પણ જોવામાં આવ્યા હતા. એકવાર તો તેણે પણ કહ્યું હતું કે, મનીષ સાથે તેની ખાસ બોન્ડિંગ છે. જો કે, બંનેએ આ સંબંધને ક્યારેય સ્વીકાર્યો નહીં.
કરણ જોહર અને એકતા કપૂર :
આ નામ સાંભળીને તમને આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ, વર્ષ ૨૦૦૦ મા આ બંનેના સંબંધો વિશે ઘણી ચર્ચા થઈ હતી. ઘણીવાર આ બંનેના લગ્નના સમાચારો પણ મીડિયામાં ધૂમ મચાવ્યા હતા, જોકે આ બધી અફવાઓ હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.