આટલા રૂપિયા ખર્ચો અને તમારા લગ્નમાં બોલીવુડના આ સિતારાઓ નાચવા આવી જશે – કંઇજ અશક્ય નથી
મિત્રો, આપણા દેશના લોકોને બોલિવૂડ કલાકારો સાથે મળવા અથવા ફોટોગ્રાફ ખેંચવામા ખૂબ જ રસ હોય છે. જો આ કલાકાર કોઈ ઇવેન્ટ, પાર્ટી અથવા લગ્નમાં આવે છે, તો પછી તે ઇવેન્ટ ની સુંદરતા વધે છે. જો તમે પણ આ કલાકારોને તમારી પાર્ટીમાં આમંત્રિત કરવા માંગતા હોવ તો તે શક્ય છે. આ માટે તમારે ફક્ત તમારા ખિસ્સા ભારે કરવા પડશે કારણકે તેમની ઇવેન્ટની ફી ખુબ જ વધારે હોય છે.
શાહરૂખ ખાન :
બોલિવૂડ ફિલ્મજગતના કિંગ તરીકે ઓળખાતા આ કલાકાર કોઈપણ કાર્યક્રમમાં જોડાવા માટે ૨ કરોડ રૂપિયા લે છે. જો તમે ઇચ્છો કે તેઓ તમારા પ્રસંગમાં આવીને નૃત્ય કરે તો તેના ૭-૮ કરોડ રૂપિયા વસુલે છે. અમુક સમાચારો મુજબ તેમણે દુબઈ ની મદીનાત જુમેરાહ હોટલમા ૩૦ મિનિટ પરફોર્મ કરવા માટે ૮ કરોડ વસુલ્યા હતા.
અક્ષય કુમાર :
બોલિવૂડ ફિલ્મજગતના આ ખિલાડી કુમાર કોઈપણ ઇવેન્ટના ભાગ બનવા માટે દોઢ કરોડ વસુલે છે. તે જ સમયે, જો તમે તેમને નૃત્ય કરાવવા ઈચ્છતા હોવ તો તે એક કરોડનો વધારાનો વસુલે છે. આ સિવાય જો તમે કોઈ બ્રાન્ડ ને તેમની પાસે પ્રમોટ કરાવવા ઈચ્છો છો તો તે ૮-૧૦ કરોડ રૂપિયા લે છે.
રણવીર સિંઘ :
હંમેશા મનોરંજનના મૂડમા રહેતો આ કલાકાર જે કોઈપણ પાર્ટીમા જોડાઈ છે ત્યાં રોનક્ભર્યો માહોલ બનાવી દે છે. તે કોઈપણ કાર્યક્રમમાં જોડાવા માટે ૭૦ લાખ રૂપિયા લે છે. જો તમારે તેને નૃત્ય કરાવવું હોય તો તમારે ૧ કરોડ રૂપિયા અલગથી આપવાના રહેશે. આ ઉપરાંત તે બ્રાન્ડ પ્રમોશન માટે ૨.૫ કરોડ વસુલે છે.
કેટરિના કૈફ :
બોલિવૂડ ફિલ્મજગતની આ સુંદર અભિનેત્રી કોઈપણ કાર્યક્રમમાં નૃત્ય કરવા માટે ૨.૫ કરોડ રૂપિયા લે છે. તે જ સમયે જો તમે તેમની પાસે કોઈ બ્રાન્ડને પ્રમોટ કરવા ઈચ્છતા હોવ તો આ ફી ૫-૬ કરોડ રૂપિયા છે.
પ્રિયંકા ચોપડા :
હોલીવુડ અને બોલિવૂડ બંને ફિલ્મજગતમા પ્રખ્યાત આ અભિનેત્રી કોઈપણ પાર્ટી અથવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૨.૫ કરોડ રૂપિયા લે છે. તે જ સમયે બ્રાન્ડના પ્રમોશન માટે તેમની ફી ૪-૫ કરોડ રૂપિયા છે.
સની લિયોન :
એડલ્ટ ફિલ્મો થી બોલિવૂડ ફિલ્મજગતમાં એન્ટ્રી કરનારી આ અભિનેત્રી તેના હોટ બોડી અને કિલર આઇટમ નંબર માટે જાણીતી છે. જો તમે ઇચ્છો કે તે તમારી પાર્ટીમાં નૃત્ય કરે તો તે ૨૫ થી ૩૫ લાખ રૂપિયા વસુલે છે. આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશન માટે ૨-૩ કરોડ વસુલે છે.
રિતિક રોશન :
પોતાના આકર્ષક દેખાવ અને નૃત્યના કારણે બોલીવૂડ ફિલ્મજગતમા ચર્ચાતો આ કલાકાર કોઈપણ ઇવેન્ટમાં જવા માટે ૨ કરોડ રૂપિયા વસુલે છે. બીજી બાજુ જો તમે તમારી બ્રાંડને પ્રમોટ કરવા ઈચ્છતા હોવ તો તેના દોઢ થી બે કરોડ રૂપિયા વસુલે છે.
સલમાન ખાન :
બોલિવૂડ ફિલ્મજગતના દબંગ કલાકાર જ્યાં પણ જાય છે લોકો એકત્રીત થઇ જાય છે. તે પાર્ટીમાં જવા માટે બે કરોડ રૂપિયા વસુલે છે. તે જ સમયે જો તમે બ્રાન્ડ ને પ્રમોટ કરવા ઈચ્છતા હોવ તો પાંચ કરોડ રૂપિયા વસુલે છે.
કરીના કપૂર :
બોલીવૂડ ફિલ્મજગત ની આ અભિનેત્રી કોઈપણ પાર્ટીમાં હાજર રહેવા માટે એક કરોડ રૂપિયા વસુલે છે તથા આ પ્રસંગમાં નૃત્ય કરવા માટેના ૧૫ કરોડ વધારે વસુલે છે.
અનુષ્કા શર્મા :
આ અભિનેત્રી પાર્ટીમાં આવવા માટે ૫૦ લાખ રૂપિયા વસુલે છે, જો તમે તેનો ડાન્સ જોવા ઈચ્છતા હોવ તો આ રકમ ૭૦ લાખ થઈ જાય છે. આ સિવાય તમારી બ્રાન્ડ ને પ્રોત્સાહન આપવા માટે તે આશરે ૨૫ થી ૪૦ લાખ લે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.