ગબ્બરસિંહ એટલેકે અમજદ ખાનની દીકરી સામે બોલીવુડની હિરોઈનો ઝાંખી પડે – આ કામ કરે છે
મિત્રો, આપણી બોલીવુડ દુનિયામા એવી ઘણી ફિલ્મો બની હશે કે જેણે ઇતિહાસ રચ્યો છે અને આજે પણ આ ફિલ્મોના નામ લોકો ના હૃદયમા સ્થાયી થયા છે. આજે આ લેખમા આપણે આ ફિલ્મોમાંની એક ફિલ્મ શોલે વિશે વાત કરીશુ કે જે હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે એક અવિનાશી ફિલ્મ છે. આ એક એવી ફિલ્મ હતી જેની કોપિ હોલીવુડ ફિલ્મજગત દ્વારા પણ કરવામાં આવી હતી અને આ ફિલ્મનુ દરેક એક પાત્ર આજે પણ લોકોના મનમાં જીવંત છે અને આ પાત્રોમાથી એક પાત્ર ગબ્બર કે જેનો એક ડાયલોગ “અરે, ઓ સાંભા, કિતને આદમી થે રે” લોકોની જીભ પર ચીપકી ગયો છે.
image source
આ શોલે ફિલ્મ એવી સુપરહિટ ફિલ્મ હતી કે તમે ગમે તેટલી વાર જોશો તો પણ તમારું મન ભરાશે નહીં અને હાલ પ્રવર્તમાન સમયમાં પણ જ્યારે આ ફિલ્મ કોઈ જગ્યાએ આવી રહી હોય તો લોકો આ ફિલ્મ સંપૂર્ણ રીતે જુએ છે. આ ફિલ્મના બધા જ પાત્રો ખૂબ જ મજબુત હતા. ધર્મેન્દ્ર અને અમિતાભજી ની જોડી જય અને વીરૂ તરીકે આશ્ચર્યજનક હતી અને આ ફિલ્મમાં જયા બચ્ચન પણ રાધાની ભૂમિકામાં જોવા મળી હતી, જ્યારે હેમા માલિની એ બસંતિની ભૂમિકા ભજવી હતી, જેને લોકો હજી ભૂલી શકતા નથી.
શોલે ફિલ્મ સુપરહિટ થવા પાછળ ફિલ્મમાં ગબ્બર ની ભૂમિકા નિભાવનારા અમજદ ખાનના શાનદાર અભિનય નો મોટો ફાળો હતો. તેની એક્ટિંગમાં એટલું સત્ય હતું કે તે સમયે લોકોના હૃદયમાં ખરેખર ગબ્બર જેવા વ્યક્તિ નો ડર બેસી ગયો હતો. આજે આપણી વચ્ચે શોલે ફિલ્મના આ ગબ્બર એટલે કે અમજદ ખાન હાજર નથી પરંતુ, તેમની યાદો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે . આજે આ લેખમા આપણે તેમની પુત્રી વિશે જાણીશુ.
હાલ, અમજદ ખાન તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ, આજે તેમના પુત્ર અને પુત્રી તેમના પિતાનું નામ ઘણું રોશન કરી રહ્યા છે, તેમના પુત્રનુ નામ શાબાદખાન છે, જ્યારે તેમની પુત્રીનુ નામ અહલામ ખાન છે. તેમના પુત્ર શાબાદ ખાને બોલિવૂડમા એન્ટ્રી કરી છે અને બોલિવૂડ ની અમુક ફિલ્મોમા પણ કામ કર્યુ છે પરંતુ, તે હજી સુધી પોતાના પિતા જેટલુ નામ અને ખ્યાતિ મેળવી શક્યો નથી. જો વાત કરીએ તેમની પુત્રી અહલામ વિશે તો તેણે વર્ષ ૨૦૦૧ મા જાફરી કરાચીવાલા સાથે વિવાહ કર્યા.
તમને જણાવી દઈએ કે, તેણીએ હજી સુધી બોલીવુડમા કોઈ ફિલ્મ કરી નથી પરંતુ, હવે સમાચાર એ છે કે તે જલ્દીથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરવા જઇ રહી છે. આ પહેલા તેણે રિફ્લેક્શન્સ નામની ટૂંકી ફિલ્મમાં કામ કર્યું છે. જો તેની સુંદરતા વિશે વાત કરવામાં આવે તો તે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સ્ટાઇલિશ પણ.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.