ગાળામાં મંગલસૂત્ર અને હાથમાં લાલ બંગડીઓનો જુડો પહેરી સસુરાલથી પરત મુંબઈ ફર્યું નવયુગલ – જુવો તસવીરો

મિત્રો, હાલ તાજેતરમાં જ નેહા કક્કર અને રોહનપ્રીત દિલ્હીનાં એક ગુરુદ્વારામા વિવાહના પવિત્ર બંધને જોડાયા. પોતાના સાસરિયામા રિસેપ્શન આપ્યા બાદ બોલિવૂડ ની આ પ્રખ્યાત પ્લેબેક સિંગર તેના પતિ અને પરિવાર સાથે મુંબઇ પરત આવી છે. લગ્ન અને રિસેપ્શન બંનેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ બંને પતિ-પત્ની એરપોર્ટ પર પરિવાર સાથે કેઝ્યુઅલ વસ્ત્રોમાં દેખાયા હતા. આ પોશાકમા બંને ખુબ જ શાનદાર લાગે છે.

Neha Kakkar And Rohanpreet Singh Spotted At Mumbai Airport, Check All Photos Here

image source

તમને જણાવી દઇએ કે નેહાએ સફેદ  અને બ્લુ રંગની પટ્ટીમાં પ્લાઝો પેન્ટ સાથે મેચિંગ ટોપ પહેર્યું હતુ, જ્યારે તેના પતિ રોહનપ્રીતે  સફેદ સ્વેટ શર્ટ અને બ્લુ રંગનુ પેન્ટ પહેર્યુ હતુ.  આ બંને એ સફેદ રંગના  મેચિંગ સ્પોર્ટસ શૂઝ પણ પહેર્યા હતા.  નેહા ના પતિના  માથા પર હળવા લીલા રંગની પાઘડી એકદમ કૂલ અને સ્ટાઈલીશ દેખાઈ રહી હતી. બંને  આ પોશાકમા એકદમ સુંદર દેખાતા હતા.

Neha Kakkar Returns to Mumbai With Rohanpreet Singh After Their 4-Day Wedding Celebration

image source

નેહા ના કપાળ પર  નાની એવી બિંદી લગાવેલી છે અને તેના હાથમા લાલ બંગડીઓ  પણ પહેરેલી જોવા મળી છે.  આ સિવાય તેણીએ ગળામા સ્ટાઇલિશ મંગલસૂત્ર પણ પહેર્યું હતુ અને હાથમાં કાળી રંગની હેન્ડ બેગ લગાવી હતી. ૨૪ ઓક્ટોબર ના રોજ ધામધૂમથી તેણીના વિવાહ થયા. આ વિવાહમા  ઉર્વશી ધોળકિયા, ઉર્વશી રૌતેલા, મનીષ પૌલ સહિત ઉદ્યોગના ઘણા કલાકારો લગ્નમાં પહોંચ્યા હતા. ઉર્વશી સાથે નેહા અને રોહનપ્રીતની તસવીર સારી પસંદ આવી હતી. જે હજી વાયરલ  થઈ રહી છે.

Newlyweds Neha Kakkar-Rohanpreet Singh Return to Mumbai, Spotted Hand-in-Hand at Airport- See Pics | India.com

image source

જો કે, લગ્ન પહેલા તેનો મ્યુઝિક વીડિયો ‘નેહુ દા વ્યાહ’ રિલીઝ થયો હતો. આ વીડિયો ના આગમન પહેલા જ દંપતીના લગ્ન અંગે ચર્ચાઓ થઈ હતી પરંતુ, આ વાતની પુષ્ટિ થઈ નહોતી કે બંને ખરેખર લગ્ન કરી રહ્યા છે કે  તે માત્ર એક અફવા છે, ધીમે-ધીમે વાત સ્પષ્ટ થઈ ગઈ અને પછી પુષ્ટિ થઈ ગઈ કે આ બંને ખરેખર લગ્ન કરવા જઇ રહ્યા છે.

Neha Kakkar and Rohanpreet Singh are back in Mumbai after wedding madness | Neha Kakkar-Rohanpreet Singh Return to Mumbai on Tuesday After Their Reception in Chandigarh | Celebs Photo Gallery | India.com

image source

આખરે ૨૪ તારીખે બંને લગ્નના પવિત્ર બંધને જોડાયા. કોરોના વાયરસને કારણે, બંનેએ ખૂબ જ ઓછા લોકો ને લગ્નમા આમંત્રિત કર્યા હતા. લગ્નના થોડા સમય પહેલા જ નેહાએ સોશિયલ મીડિયા પર તેમના રિલેશનશિપના સમાચાર શેર કર્યા હતા અને તેણીએ જલ્દીથી લગ્ન કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જો કે ચાહકો તેમના લગ્નને લઈને ઘણા ઉત્સાહિત છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

Singer Neha Kakkar ties the knot with Rohanpreet Singh

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!