ડ્રગ લેતા રંગે હાથો પકડાઈ ગઈ ‘દેવોકે દેવ મહાદેવ’ ની આ એક્ટ્રેસ – ૮ નવેમ્બર સુધી હિરાસતમાં
મિત્રો, હાલ થોડા સમય પહેલા નિધન પામી ચુકેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કાર્યરત થઇ ચુક્યા છે. તાજેતરમા એન.સી.બી. તરફથી એક મોટું અપડેટ બહાર આવ્યું છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, એન.સી.બી. એ ‘દેવો કે દેવ મહાદેવ’ ની અભિનેત્રી પ્રિતિકા ચૌહાણ ને ડ્રગ્સ ખરીદતી વખતે પકડી હતી. ફક્ત એટલુ જ નહી આ અભિનેત્રી પાસેથી ૯૯ ગ્રામ ગાંજો પણ મળ્યો છે. આ અભિનેત્રી ની સાથે ફૈઝલ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
એન.સી.બી. એ આ બંનેને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને આ પછી કોર્ટે તેમને ૮ મી નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમા મોકલી આપ્યા છે. ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. એ આ વિશે માહિતી આપી છે. આ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, ‘મુંબઈ ઝોનલ યુનિટ ની ટીમે વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ તપાસ એજન્સીએ તેમની પાસેથી ૯૯ ગ્રામ ગાંજો કબજે કર્યું છે. ફૈઝલ અને ટીવી અભિનેત્રી પ્રિતિકા ચૌહાણ સહીત બે શખ્સોની એન.સી.બી. એ ધરપકડ કરી છે. આ બંનેને કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ૮ તારીખ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પ્રિતિકાની જામીન અરજી સોમવાર ના રોજ મુકવામા આવી છે. તેણે એન.સી.બી. ને આપેલી કબૂલાત પાછી ખેંચી લીધી છે.
તમને જણાવી દઇએ કે, રિયા ચક્રવર્તી ડ્રગ્સ ના એંગલમાં જેલમાં ગઈ છે, જો કે, તેને જામીન મળી ચૂક્યા છે. તે જ સમયે, એન.સી.બી. એ આ કેસમાં દીપિકા પાદુકોણ , રકુલપ્રીત સિંહ , સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓ ને પૂછપરછ કરી છે. થોડા દિવસો પહેલા એન.સી.બી. એ અર્જુન રામપાલ ની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ના ભાઈની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં હજી સુધી એન.સી.બી. એ ૩૫ લોકોની ધરપકડ કરી છે.
image source
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.