પાકિસ્તાનીઓથી પરેશાન થઈને દેશ છોડ્યો જન્નત મિર્ઝાએ અને કહ્યું ‘અહીયાના લોકો…’ – વાંચો પૂરી વાત

મિત્રો, ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકે અનેકવિધ લોકો ને સ્ટાર બનાવ્યા હતા. આ કલાકારોમાંથી એક કલાકાર છે જન્નત મિર્ઝા. તેની પાકિસ્તાન ની એક જાણીતી ટિકટોક સ્ટાર છે. વર્તમાન સમયમા જ તેણીએ પાકિસ્તાન છોડવા નો નિર્ણય લીધો છે. તેણી જણાવે છે કે, આ દેશની પ્રજાની વિચારસરણી સારી નથી.

image source

તેણી ટિકટોક પર ખૂબ જ પ્રખ્યાત હતી. આ એપ પર તેણીના દસ કરોડ જેટલા ફોલોઅર્સ હતા પરંતુ, આપણા દેશે જ્યારે આ એપ પર પ્રતિબંધ લગાવ્યો તો પાકિસ્તાને પણ આ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાલ, આ એપ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે પાકિસ્તાન છોડવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ થી તે ચર્ચા નો વિષય બની ચુકી છે.

image source

તેણીના આ નિર્ણય થી તેમના ચાહકોમા ભારે દુ:ખ ની લાગણી પ્રવર્તી છે. અમુક લોકો તેમના આ નિર્ણય ની પ્રશંસા કરી રહ્યા છે તો પછી કોઈ તેમને દેશ ના નામે ટ્રોલ કરી રહ્યું છે. જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે, “તમે કેમ જવાબ નથી આપતા? તમે જાપાન કેમ સ્થળાંતર કરી રહ્યા છો?” તેના જવાબમાં તેણીએ જણાવ્યું, “પાકિસ્તાન એ ખૂબ જ સારો દેશ છે પરંતુ, અહીની પ્રજાની માનસિકતા સારી નથી”.

image source

તમને જણાવી દઈએ કે, તેણી આ દિવસોમા જાપાન છે અને તેણે ત્યાં રોકાવાનું નક્કી કર્યું છે. ભારત પાસેથી શીખીને પાકિસ્તાને ગુપ્ત રીતે ચાઇનીઝ એપ ટિકટોક ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ એપ દ્વારા અશ્લીલતા ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેના કારણે બાળકો પર બળાત્કાર અને જાતીય શોષણની ઘટનાઓ વધી રહી છે. કેટલાક લોકોએ આ અંગે ખુશી વ્યક્ત કરી તો કેટલાક લોકોના મુખ પર ઉદાસી દેખાઈ.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!