શારીરિક સંબંધ બાંધવાની શરતે બોલીવુડમાં એન્ટ્રી મળેલ – આ ૫ અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર બનેલી

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે આજે એક વિશેષ દરજ્જો પ્રાપ્ત કર્યો છે, પરંતુ કેટલીકવાર તેઓ તેમની કારકિર્દીમાં પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે. તેને તમે આ ફિલ્મ ઉદ્યોગનું ઘૃણાસ્પદ સત્ય કહી શકો. બોલીવુડ ફિલ્મજગતની ઘણી અભિનેત્રીઓ હીરોઇન બનવાના સપના સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી પણ તેમને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. કાસ્ટિંગ કાઉચની ઘટનાને ઘણી અભિનેત્રીઓ દ્વારા જાહેરમાં સ્વીકારવામાં આવી છે અને તેમણે તેમના અનુભવો પણ શેર કર્યા છે. અહીં અમે તમને બોલિવૂડ ફિલ્મજગતની અમુક અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે.

image source

રાધિકા આપ્ટે :

આજે આ અભિનેત્રીને બોલિવૂડ ફિલ્મજગતમા ઓળખ બનાવવામા કોઈ રસ નથી. તેણે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેણે હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ, બંગાળી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે વર્ષ ૨૦૧૮ માં અક્ષય કુમાર ની લોકપ્રિય ફિલ્મ પેડમેનમાં પણ જોવા મળી હતી. તેણીએ સ્વીકાર્યું છે કે, તે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચથી પીડાઈ છે. એક અભિનેતાએ તેમને બોલિવૂડ ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ તેને તેના માટે તેને શારીરિક સંબંધ બાંધવાનુ કહેવામા આવ્યુ હતુ.

image source

સુરવીન ચાવલા :

આ અભિનેત્રી એક ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તેમણે અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યા પછી ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું હતું. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમા તેમણે પણ કાસ્ટિંગ કાઉચમાંથી પસાર થવું પડ્યું, પરંતુ, તેમણે આ બાબતે સમાધાન કરવાનો સાફ ઇનકાર કર્યો હતો. જો કે, આ અભિનેત્રીએ એ પણ કબૂલ્યું હતું કે તેણે બોલિવૂડમાં આ પ્રકારના મુદ્દાઓનો ક્યારેય સામનો કર્યો નથી.

image source

કલ્કી કોચેલિન :

આ બોલિવૂડ અભિનેત્રી કે જે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની પણ છે, તેણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેણે તેની કારકિર્દીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ કહ્યું કે, લોકોને લાગ્યું કે હું આ દેશની નથી એટલે તે મારો ફાયદો ઉઠાવીને સરળતાથી મારું શોષણ કરશે, પરંતુ તેણીના જણાવ્યા મુજબ તેઓએ ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની પ્રતિભાના આધારે, તેણે ઉદ્યોગમાં પોતાને માટે એક સ્થાન બનાવ્યું.

image source

ટીસ્કા ચોપડા :

આજે આ એક જાણીતી અભિનેત્રી છે, તેણે ઘણી પ્રખ્યાત સિરીયલો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તેણે તારે ઝામીન પર ફિલ્મમાં ઇશાન ની માતાની ભૂમિકા ભજવી હતી. તેણે ખુલ્લેઆમ સ્વીકાર પણ કર્યો છે કે તેની કારકિર્દીની શરૂઆતમાં ફિલ્મમાં કામ કરવા માટે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

image source

એલી અવરામ :

આ બોલીવુડ અભિનેત્રીએ એવો અહેવાલ આપ્યો હતો કે, તેની કારકિર્દીની શરૂઆતમા બે નિર્દેશકોએ તેને તેની સાથે સૂવાનો સંકેત આપ્યો હતો. તેણીના કહેવા મુજબ તેને બોડી શીમનીંગ નો સામનો કરવો પડ્યો હતો. તેણી જ્યારે કામ માંગવા માટે આવતી ત્યારે તેને કામ ના આપવા માટે લોકો અનેકવિધ બહાના બનાવતા અને તેણી સાથે સુવાના સ્વપ્ન જોતા.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!