૧૦ માં ધોરણમાં જ કીયારા અડવાણીને પહેલો પ્રેમ થઇ ગયેલો – મમ્મીએ આ કરતા પકડી લીધેલી

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગત એ એવુ જગત છે કે, જે એકવાર અહી આવી જાય છે, તે અહી નુ જ થઇને રહી જાય છે. અહી આવીને લોકો ની જીવનશૈલી અને રહેણીકરણી સાવ બદલાઈ જાય છે. અહીના કલાકારો ની નાનામાં નાની વાત પણ લોકો અને મીડિયા માટે ખુબ જ મોટી ચર્ચા નો વિષય બની જાય છે. આજે અમે તમને બોલીવૂડ ફિલ્મજગત ની આવી જ એક અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે હાલ મીડિયા માટે ચર્ચા નો વિષય બની ચુકી છે.

image source

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલ પ્રવર્તમાન સમયમા તેની આગામી ફિલ્મ માટે ઘણી હેડલાઇન્સમા છે. આ ફિલ્મમા કિયારા અડવાણી ખિલાડી કુમાર સાથે રોમાંસ કરતી જોવા મળશે. આ સાથે જ આ ફિલ્મ ની સાથે કિયારાએ અંગત જીવન વિશેના જબરદસ્ત રહસ્યો જાહેર કર્યા છે.

image source

હાલ, કિયારા કઈ વ્યક્તિને ડેટ કરી રહી છે? તે જાણવા માટે દરેક વ્યક્તિ ખુબ જ આતુર છે. તેણી પ્રેમમા ખુબ જ અતુટ વિશ્વાસ રાખે છે. તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રી કોઈપણ પ્રકાર નો દુર્વ્યવહાર સહન કરી શકે તેમ નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અભિનેત્રીએ એક કિસ્સો શેર કર્યો હતો જ્યારે તે પહેલા રીલેશનમાં આવી હતી ત્યારે શુ થયુ? તેણીએ જણાવ્યું કે, તેની માતાએ કિયારા ને તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતા પકડી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

તે જણાવે છે કે, ‘જ્યારે હુ પહેલા રિલેશનશિપમા આવી હતી ત્યારે હુ દસમા વર્ગમા હતી. ત્યારે મારી માતાએ મને ફોન પર વાત કરતા પકડી લીધી હતી. તેણે જણાવ્યુ હતુ કે, તારી બોર્ડ ની પરીક્ષાઓ આવી રહી છે, તમે તમારુ ધ્યાન ફક્ત અભ્યાસ પર જ રાખો. તેણીએ વધુમા જણાવ્યુ કે, ‘મારા માતા-પિતાનુ લવ મેરેજ છે અને બંને પહેલા ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હતા તેથી, મે ઘરમા એક ખૂબ જ પ્રેમાળ વાતાવરણ જોયુ છે.

image source

જ્યારે પણ હુ ડેટ કરતી હતી ત્યારે વિચારતી હતી કે, હુ લગ્ન કરીશ. હુ પ્રેમ વિવાહમા વધુ પડતો વિશ્વાસ કરુ છુ. જો આપણે વર્કફ્રન્ટ વિશે વધુ વાત કરીએ તો કિયારા અને અક્ષય ની ફિલ્મ લક્ષ્મી ઓ.ટી.ટી. નવ નવેમ્બર ના રોજ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!