આ ૫ પ્રકારના પ્રસાદ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે માં અને મળે છે વરદાન

મિત્રો, દીપાવલી ની પૂજામા પ્રસાદ ની ભૂમિકા ખુબ જ અગત્યની છે. એવુ કહેવામા આવે છે કે, માતા લક્ષ્મી પૂજા દરમિયાન ઘરે આવે છે તેથી, દેવીના પગ નો રંગ અને શુભ ચિહ્નો દરવાજા પર બનાવવામા આવે છે. આવામા મંદિર ને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, ઈશ્વર એ લાગણીના ભૂખ્યા છે. જે કોઈપણ ભક્ત તેમને સાચા હૃદયથી પ્રસાદ અર્પણ કરે છે, માતા તેમના પર ક્યારેય પણ સંકટ આવવા દેતી નથી. આવી સ્થિતિમા આજે અમે તમને પાંચ એવા પ્રસાદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે.

image source

મખાના :

કમળ ના પુષ્પના બીજમાથી બનેલી હોવાથી મખાના દેવી એ દેવી માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. તેને ફૂલ માખા તરીકે પણ ઓળખવામા આવે છે. તે દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનિવાર્યપણે ચઢે છે. આ ભોગ દિવાળીની પૂજા સમયે પણ ખીર બનાવીને તેને ઘી મા હળવા હાથે શેકીને તૈયાર કરવામા આવે છે.

image source

નારિયેળ :

મોટાભાગના મંદિરોમા શ્રીફળ નો પ્રસાદ ચઢાવવામા આવે છે. વાસ્તવમા તે દેવી માતા લક્ષ્મી નુ પ્રતીક માનવામા આવે છે તેથી, તેમને શ્રીફળ પણ ચઢાવવામાં આવે છે. દીપાવલી ના પવિત્ર પર્વ પર શ્રીફળ નો પ્રસાદ ચઢાવતા માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

image source

પતાસા :

દેવી માતા લક્ષ્મી ને ચંદ્રની બહેન પણ માનવામા આવે છે અને પતાસા નો સંબંધ ચંદ્ર સાથે સંબંધિત છે તેથી, માતા પણ તેને પસંદ કરે છે. તેથી, ખાસ કરીને પતાસા માતા ને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

image source

પાન :

દીપાવલી ના પવિત્ર પર્વ પર પૂજા દરમિયાન આરતી પૂર્વે માતા ને બધા ભોગ અર્પણ કરવામા આવે છે પરંતુ, પાન એ એકમાત્ર એવો ભોગ છે કે જે છેલ્લે અર્પણ કરવામા આવે છે. જો કે, માતા લક્ષ્મીજી ને મીઠુ પાન પણ ચઢાવવામા આવે છે પરંતુ, જો મીઠુ પાન ના મળે તો સાદા પાન પણ માતા ના ચરણોમા અર્પણ કરી શકાય છે.

image source

સિંઘોડા :

દેવી માતા લક્ષ્મી ને બધા ફળો અને પુષ્પો ગમે છે, જે પાણીમા ખીલે છે. લીલા અને કાળા બંને સિંઘોડા માતા ને પ્રસાદ તરીકે અર્પણ કરવામા આવે છે. દિવાળી પર તેમનુ વિશેષ મહત્વ છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!