સૈફ ની માં અને બહેનોને હદ બહારની ગાળો આપતી હતી અમૃતા સિંહ – ઝઘડા વધ્યા અને પછી એક દિવસ….

મિત્રો, લોકડાઉનને કારણે સામાન્ય લોકોથી લઈને મોટા સેલેબ્રીટી સુધી દરેક વ્યક્તિને તેમના પોતાના ઘરે રહેવાની ફરજ પાડવામાં આવે છે, તેથી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આ દિવસોમાં લોકો માટેનો સમય પસાર કરવાનો સૌથી મોટો માધ્યમ બની ગયો છે. આ દરમિયાન સેલેબ્સને લગતી ઘણી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આજે અમે તમને સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની એક રસપ્રદ વાર્તા વિશે જણાવીશું, જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ.

image source

અત્રે નોંધનીય છે કે, બોલિવૂડ સુપરસ્ટાર સૈફ અલી ખાને વર્ષ ૧૯૯૧ મા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ બંને વચ્ચેના સંબંધ વિશે એવું કહેવામાં આવે છે કે, કેટલાક વર્ષોથી અમૃતા અને સૈફના સંબંધો ઘણા સારા રહ્યા હતા પરંતુ, તે પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે આખરે અમૃતા અને સૈફને છૂટાછેડા લેવા પડ્યા.

image source

અમૃતા મારી માતા અને બહેનોને પણ છોડતી નહોતી :

વર્ષ ૨૦૦૪ માં બંનેના છૂટાછેડા થયા હતા, ત્યારબાદ સૈફે ૨૦૦૫ માં ઇન્ટરવ્યુમાં છૂટાછેડા માટેનું કારણ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂ આજકાલ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. સૈફે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લગ્ન પછીના અમુક વર્ષો સુધી અમૃતા સાથેના સંબંધો ઘણા સારા હતા પરંતુ, ત્યારબાદ અમૃતાએ મને ખૂબ સતાવવાની શરૂઆત કરી હતી. તે મારી માતા શર્મિલા ટાગોર અને મારી બે બહેનો સોહા અને સબા સાથે દુર્વ્યવહાર કરતી હતી જેથી, મે તેમની સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

image source

છૂટાછેડા પછી અમૃતા એ માંગ્યા પાંચ કરોડ :

સૈફે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમૃતાએ છૂટાછેડાના રૂપમાં મારી પાસે પાંચ કરોડ રૂપિયાની માંગ કરી હતી. જો કે તે સમયે મે અઢી કરોડ આપ્યા હતા અને બાકીના ૨.૫ કરોડ થોડા-થોડા કરીને આપી રહ્યો છુ. સૈફે એમ પણ જણાવ્યુ હતુ કે, મારા પુત્ર ઇબ્રાહિમ ૧૮ વર્ષના થાય ત્યાં સુધી હું અમૃતાને 1 લાખ રૂપિયા આપતો રહીશ.

image source

સૈફની ઇટાલિયન ગર્લફ્રેન્ડ રોજાને સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચેના છૂટાછેડા માટે દોષી ઠેરવવામાં આવી હતી, પરંતુ તમને જણાવી દઇએ કે રોઝા સાથે તેમનો સંબંધ બહુ લાંબો સમય ટકી શક્યો નહીં.

image source

છૂટાછેડા પછી બાળકો ને પાસે રાખવા ઈચ્છતો હતો :

ઇન્ટરવ્યૂમાં સૈફે કહ્યું હતું કે, તે બંને બાળકો સારા અને ઇબ્રાહિમને પોતાની સાથે રાખવા ઈચ્છતો હતો પરંતુ, તે બાળકોને પોતાની પાસે રાખવા માટે અમૃતા સામે લડવા માંગતો નહોતો. આ સાથે જ તે જણાવે છે કે, મને ડર હતો કે જો બાળકો અમૃતા પાસે જાય તો અમૃતા તેમને સારા સિંહ અને ઇબ્રાહિમ સિંહ કહેવાનું શરૂ કરશે.

image source

છૂટાછેડાના દિવસોને યાદ કરતાં સૈફે કહ્યું કે, તે દિવસોમા મારા વોલેટમાં પુત્ર ઇબ્રાહિમનો ફોટો હતો, તેને જોતાં જ હું આખી રાત રડતો હતો. હું હંમેશાં મારી પુત્રી સારાહને યાદ કરું છું પરંતુ, દુર્ભાગ્યવશ અમે સાથે રહી શકતા નથી કારણકે, હવે મારી જિંદગીમાં એક નવી સ્ત્રી છે, જે બાળકોને તેમની માતા સામે ભડકાવી શકે છે. .

image source

ફિલ્મજગતમા નબળી શરૂઆત :

તમને ભાગ્યે જ ખબર હશે કે સૈફે ફિલ્મજગતમા પ્રવેશવા માટે બેદરકારીપૂર્વક ફિલ્મ સાઇન કરી હતી. આ ફિલ્મનું અડધા શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મના નિર્દેશક રાહુલ રાવેલે તેને એમ કહીને કાઢી મુક્યો હતો કે સૈફ નુ વલણ વ્યાવસાયિક નથી. તમને જણાવી દઈએ કે બાદમાં આ ફિલ્મમાં કમલ સદાનાની જગ્યાએ સૈફ આવ્યા હતા.

image source

વર્ષ ૨૦૧૨ મા બેબો સાથે લગ્ન કર્યા હતા :

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૭ માં સૈફે ફિલ્મજગત ની બેબો એટલે કે કરીના કપૂરને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંનેએ લગભગ પાંચ વર્ષ રિલેશનશિપમાં રહીને વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા. ભલે સૈફે કરીના સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ કરીના સાથે તેના બાળકોની બોન્ડિંગ ખુબ જ સારી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સૈફ તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હાલમાં જ સૈફ અને તૈમૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તૈમૂર ઘરની દિવાલ પર પેઇન્ટિંગ કરતો હતો. આ જોઈને કરીના ચોંકી ગઈ.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!