બદામને આ રીતે ભીની કરીને સેવન કરવાથી જે ફાયદા થાય છે એ ક્યારેય વિચાર્યા પણ નહિ હોય
મિત્રો, મનુષ્ય પોતાનુ સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણી વસ્તુઓનું સેવન કરે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાંની એક વસ્તુ બદામ છે. જો બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. બદામ નુ નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત બને છે. તેમા અનેકવિધ પ્રકારના પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજો જોવા મળે છે.
આ કારણોસર મોટાભાગના લોકો સવારે બદામ નુ સેવન કરે છે. જો કે બદામ દરેક ઋતુમા ખાઈ શકાય છે પરંતુ, શિયાળાની ઋતુમા બદામનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સુકી બદામ ખાવાને બદલે સવારે પાણીમા પલાળેલ બદામ ખાવ તો તેનાથી અઢળક લાભ થશે. આજે આ લેખમા આપણે પલાળેલ બદામ ખાવાથી શુ ફાયદો થશે? તેના વિશે માહિતી મેળવીએ.
લોહી નુ યોગ્ય પરિભ્રમણ રહે :
પલાળેલ બદામમા પોટેશિયમ નુ પ્રમાણ સૌથી વધુ હોય છે અને તેમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને તમારા શરીરના તમામ ભાગોમા ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે છે. જો તમે પલાળેલ બદામ ખાશો તો તે તમારી યાદશક્તિ વધારે છે.
વજન ઓછું થશે :
સુકી બદામ કરતા પલાળેલ બદામમા પ્રોટીન પુષ્કળ માત્રામા જોવા મળે છે, આ સિવાય તેમા આવશ્યક માત્રામા ફાઇબર પણ સમાવિષ્ટ હોય છે. જો તમે પલાળેલ બદામ ખાવ છો, તો તે તમારુ પાચન યોગ્ય રાખશે અને લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહિ લાગે જેથી, તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક :
પલાળેલી બદામ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમા ફોલિક એસિડ નુ પ્રમાણ સુકી બદામ કરતા વધારે હોય છે. આ કારણોસર જો ગર્ભાવસ્થા દરમિયાન પલાળેલ બદામ ખાવામા આવે તો તે ન્યુરલ ટ્યુબમા થતી ખામીઓને નિવારી શકે છે. જો સગર્ભા સ્ત્રીઓ નિયમિત પલાળેલી બદામ નુ સેવન કરે છે, તો તે તેમના શિશુ માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.