સ્વીત્ઝરલૅન્ડમાં પણ સ્વર્ગ જેવું વિશાળ ઘર રાખ્યું છે સૈફ-કરીનાએ – જુવો લીક થયેલી અંદરની તસવીરો

મિત્રો, બોલિવૂડ કલાકારો તેમના પ્રોફેશનલ જીવન ને લઇને સતત હેડલાઇન્સમા રહે છે પરંતુ, ઘણીવાર તે તેમના અંગત જીવનને કારણે પણ લાઇમલાઇટમાં રહે છે. બોલીવૂડ ફિલ્મજગતના એક ખુબ જ સારા એવા કલાકાર સૈફ અલી ખાન અને કરીના કપૂરના જીવનશૈલી ની ચર્ચાઓ અવારનવાર મીડિયામા થતી રહેતી હોય છે. આ દંપતી તેના વૈભવી જીવનનિર્વાહ માટે ખુબ જ જાણીતું છે.

image source

બોલિવૂડ ફિલ્મજગતમા આ બંને કલાકારોએ પોતાની ઓળખ એવી રીતે જાળવી રાખી છે કે, હાલ દરેક વ્યક્તિ તેમના અભિનયના ચાહક છે. તેમાં કોઈ શંકા નથી કે પટૌડીના નવાબ સૈફ અલી ખાનને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી ધનિક અભિનેતાઓની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે. નવાબી સ્ટેટસ જે તેમના નામ સાથે સંકળાયેલ છે, તેના કારણે તેમના ગૌરવ અને તેમના ખજાનામા જાણે ચાર ચાંદ લાગી ગયા છે.

image source

જ્યારે તેમના લક્ઝરી હાઉસની વાત કરવામા આવે છે, ત્યારે તેમણે આ બાબતમાં બોલિવૂડ ફિલ્મજગતના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સૈફ પાસે ઘણા આલીશાન ઘર છે. આમાનુ એક વિશેષ ઘર સ્વિટ્ઝરલેન્ડમા સ્થિત છે, જ્યા તે દર વર્ષે તેની પત્ની કરીના કપૂર અને લાડલા તૈમૂર સાથે આવે છે. આ ઘરમા પટૌડી પરિવાર હંમેશા નવા વર્ષ ની ઉજવણી કરે છે.

image source

આ આલીશાન ઘર સ્વિટ્ઝરલેન્ડમા વિશ્વની સૌથી સુંદર અને ખર્ચાળ જગ્યાઓમાંથી એક છે. સૈફે તેની પત્ની કરીના કપૂર માટે એક વૈભવી ઘર ખરીદ્યું છે, જે બરફથી ઢંકાયેલા પર્વતો અને લીલાછમ લીલા ક્ષેત્રોથી ઘેરાયેલું છે. તે એકદમ સ્વર્ગ સમાન દેખાય છે. સ્વિટ્ઝરલેન્ડ ના ગસ્તાદમા કરીના અને સૈફે એક વૈભવી ઘર લીધુ છે, જે સંપૂર્ણ લાકડાથી બનેલું છે. આ ઘરની કિંમત આશરે ૩૩ કરોડ રૂપિયા છે. ગસ્તાદ એ સ્વિટ્ઝરલેન્ડ નુ સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે. આવી જગ્યાએ ઘર લેવુ એ ખરેખર રોકાણ ની દ્રષ્ટિ એ ખુબ જ સારુ કહેવાય.

image source

સૈફ અને કરીનાનું પ્રિય પર્યટક સ્થળ પણ સ્વિટ્ઝરલેન્ડ છે. આ જ કારણ છે કે, તે દર વર્ષે તેમના આ ઘરે પોતાની રજાઓ માણે છે. અત્યાર સુધી બંને તૈમુર સાથે ઘણીવાર આ ઘરે આવી ચુક્યા છે. સ્કી હોલિડેઝ સૈફ અલી ખાન ખૂબ જ પસંદ કરે છે અને આ કારણે જ તેમણે અહી આ ઘર ખરીદ્યુ છે.

image source

આ વર્ષે અહીં કરી હતી ન્યુ યરની પાર્ટી :

કેટલાક મહિના પહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર પુત્ર તૈમૂર સાથે નવુ વર્ષ ઉજવવા અહી આવ્યા હતા. સૈફ પરિવાર સાથે અહીં પોતાની રજાઓ મનાવી રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ અહીં પહોંચ્યા હતા. વરૂણ ધવન પણ અહીં તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે જોવા મળ્યો હતો. આ બધાની અહીં પાર્ટી પણ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!