૧૦ મહિલાઓની આ ટીમ કોરોના પીડિતો માટે જે કામ કરી રહી છે એ વાંચવા જેવું છે – ગૌરવ લેવા જેવું

મિત્રો, કોરોના ના રોગચાળા ના કારણે લોકોએ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે કોરોના ની સમસ્યાના કારણે લોકડાઉન ની જાહેરાત કરવામા આવી હતી ત્યારે મોટાભાગના લોકો નો રોજગાર છીનવાઈ ગયો હતો. અમુક લોકોને આ સમયે બે ટાઈમનુ ભોજન મળવુ પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યુ હતુ. આ કોરોના વાયરસે સમગ્ર દેશમા હાહાકાર મચાવી દીધો છે. હાલ, દિન પ્રતિદિન આ સમસ્યા વિકરાળ સવરૂપ ધારણ કરી રહી છે ત્યારે બીજી તરફ ખુશી ની વાત એ છે કે, મોટાભાગના લોકો આ બીમારીને હરાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

image source

તમે કોરોના કાળમા એવા ઘણા સમાચાર સાંભળ્યા હશે, જેમા ઘણા લોકો એકબીજાની મદદ કરતા નજરે જોવા મળ્યા હશે. આ સમય દરમિયાન ઘણા બધા લોકો ગરીબ લોકો માટે દેવદૂત બનીને તેમની સહાયતા માટે આવ્યા હતા. આ લોકોએ રસ્તા પર ચાલતા લોકો ને ભોજન કરાવડાવ્યુ , પાણી પીવડાવ્યુ તથા રહેવા માટે આશ્રય સ્થાન પણ આપ્યુ. આજે આ લેખમાં અમે તમને દિલ્હી ની દસ એવી સ્ત્રીઓની ટુકડી વિશે જણાવીશુ કે, જે આ સમય દરમિયાન કોરોના પીડિતો માટે ખુબ જ ઉમદા કાર્ય કરી રહી છે. આ મહિલાઓની ટીમ તેવા પરિવાર ની મદદ કરી રહી છે કે જેમના પરિવારમા કોઈ વ્યક્તિને કોરોના થઈ ચુક્યો છે તેના પરિવારના સભ્યો ને ખોરાક પહોંચાડવાનું ઉમદા કામ કરી રહી છે.

image source

અહેવાલો મુજબ એવુ જાણવા મળી રહ્યુ છે કે, નિશા ચોપરા નામક એક સ્ત્રીના પતિ ને એપ્રિલ માસમા કોરોના થયો હતો. આ સમય દરમિયાન તેમને અને તેના સંપૂર્ણ પરિવારને ખાવાપીવામા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર આવેલી આ સમસ્યાના કારણે તેમના મનમા એક પ્રશ્ન ઉભો થયો કે, એવા કેટલાય પરિવારો હશે કે જેમના પરિવારના વડીલો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હશે.

image source

આવી સ્થિતિમાં તે ઘરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હશે. તે જણાવે છે કે, “જ્યારે મેં મારા બાળકોને ખોરાક માટે તડપતા જોયા ત્યારે મેં વિચાર્યું કે એવા ઘણા પરિવારો હશે જે હાલ પ્રવર્તમાન સમયમા આવી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હશે. આ સમયે મેં એક દ્રઢ સંકલ્પ લીધો કે, હુ આ પરિવારોની મદદ અવશ્યપણે કરીશ.

image source

તેણીએ શરૂઆત આજુબાજુના કોરોના પોઝીટીવ લોકોની સહાયતા કરીને કરી હતી પરંતુ, તે હજુ પણ વધુ ને વધુ લોકોની મદદ કરવા માંગતી હતી. તે ઈચ્છે છે કે, તે કોવિડ સાથે સંઘર્ષ કરતા વધુ ને વધુ પરિવારો ને મદદ કરી શકે. ત્યારબાદ તેણીએ ૧૦ મહિલાઓની એક ટુકડી બનાવી. તેમની ટીમમા રસોઈ બનાવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમની ટીમ દરરોજ આશરે ૧૦૦ ઘરો સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે છે.

image source

તે કોરોનાથી પીડિત લોકોના ઘરના દરવાજે ભોજન પહોંચાડે છે અને લોકોને સંદેશ આપે છે કે, જો તે ઈચ્છે તો તે પણ આવી રીતે આ લોકોની મદદ કરી શકે. નિશા એક એન.જી.ઓ. પણ ચલાવે છે. હાલમા તે દક્ષિણ દિલ્હીમા રહેતા લોકોની સહાયતા કરી રહી છે. દરેક વ્યક્તિ તેમના દ્વારા કરવામા આવેલા આ નેક કાર્ય ની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. સંકટની આ ઘડીમાં, તેમણે જરૂરીયાતમંદ લોકોની મદદ માટે લીધેલા આ નિર્ણય ની જેટલી પ્રશંશા કરવામાં આવે તેટલી ઓછી છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!