આ ઉપાય કરીને વધતી ઉમરને પણ રોકી શકશો – આ બધા ચમત્કારિક ઘરેલું ઉપાય ખુબ કામ લાગશે
મિત્રો, પોતાનો દેખાવ હમેંશા સુંદર અને આકર્ષક બની રહે તે દરેક સ્ત્રી નુ એક સ્વપ્ન હોય છે અને આ સૌન્દર્ય ને ટકાવી રાખવા માટે તે બજારમાથી અનેકવિધ સૌન્દર્ય સંસાધનો ની ખરીદી કરે છે અને તેનો રોજીંદા જીવનમા ઉપયોગ પણ કરે છે પરંતુ, તેમને આ ઉત્પાદનોમા કેટલા રસાયણો આવેલા છે તે અંગે યોગ્ય માહિતી હોતી નથી અને પરિણામે તેનો વધુ પડતો ઉપયોગ આપણી ત્વચા ને નુકસાન પહોંચાડે છે અને ત્વચા સુંદર બનવાની જગ્યાએ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે, આજે અમે તમને આ લેખમા અમુક એવી પ્રાકૃતિક ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા હમેંશા સુંદર અને આકર્ષક બની રહેશે.
ગાજર અને બટાકા :
જો તમે તમારી ત્વચા ને યુવાન રાખવા ઈચ્છતા હોવ તો બટાટા અને ગાજરનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી માનવામા આવે છે. આ બંને તમારી ત્વચામા વિટામિન-એ ની ઉણપ ને દૂર કરે છે. જો તમે ગાજર અને બટાકાને બોઇલ કરી ત્યારબાદ તેના નાના-નાના ટુકડા કરી લો અને તેને એક પાત્રમા સારી રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ તેમા એક ચમચી હળદર અને બેકિંગ સોડા ઉમેરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. આ પેસ્ટ લગાવ્યા પછી લગભગ ૨૦ મિનિટ બાદ તમે તમારો ચહેરો નવશેકા પાણીથી ધોઈ શકો છો. અઠવાડિયામા બે વાર આ ઉપાય અજમાવવાથી તમે જાતે જ તમારા ચહેરા પરનો બદલાવ મહેસુસ કરશો.
ગ્લિસરિન :
ઠંડી ની મૌસમમા ગ્લિસરિન નો વધુ પડતો ઉપયોગ કરવામા આવે છે કારણકે, તેમા પુષ્કળ માત્રમા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે, જે ચહેરા પરથી કરચલીઓ ઘટાડે છે અને સાથે જ તે તમારી ચહેરાની ત્વચાની સોફ્ટનેસ પણ જાળવી રાખે છે. તમે ગ્લિસરિનમા મુલતાની માટી ઉમેરીને પણ ત્વચા પર લગાવી શકો છો, તે તમારી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
શેરડી :
ઉનાળામા શેરડીનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક સાબીત થાય છે. આ ઉપરાંત તેના એવા અનેકવિધ ઉપાયો છે કે, જે તમારી ત્વચા ને લાંબા સમય સુધી યુવા રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. જો તમે તમારા ચહેરા પર શેરડી નો રસ લગાવો તો તમારી વધતી ઉંમર તમારા ચહેરા પર દેખાતી નથી.
શેરડી નો રસ એ તમારી ત્વચા ને હાઇડ્રેટ કરે છે કારણકે, તેમા પુષ્કળ માત્રામા ગ્લાયકોલિક એસિડ સમાવિષ્ટ હોય છે. જો તમે 3 થી 4 ચમચી શેરડી ના રસમા એક ચમચી હળદર ઉમેરી તેને ચહેરા પર લગાવો અને ૧૦-૧૨ મિનીટ પછી તમારા ચહેરા ને શુદ્ધ પાણીથી સાફ કરી લો તો તમારી સ્કીન એકદમ યુવા દેખાશે.
સ્ટ્રોબેરી :
આ ફળ ખાવમા જેટલુ સ્વાદિષ્ટ હોય છે તેટલુ જ ચહેરાની ત્વચા માટે પણ લાભદાયી સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે, જે ચહેરા ના ડાઘો ને દૂર કરે છે અને ચહેરા ને સુંદર અને આકર્ષક બનાવે છે. જો તમે ૩-૪ સ્ટ્રોબેરી ને મિક્સરમા પીસીને તેને તમારા ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ પછી તાજા પાણીથી તમારો ચહેરો ધોઈ લો તો તમારા ચેહરામા તમને એક આકર્ષક નિખાર જોવા મળશે.
કાકડી અને દહીં :
દહી અને કાકડી જેટલુ આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે તેટલી જ તેની પેસ્ટ આપણી ત્વચા માટે પણ લાભદાયી છે. કાકડીમા સમાવિષ્ટ વિટામિન-સી એ ચહેરા ને યોગ્ય ભેજ પૂરો પાડે છે જ્યારે દહીંમા સમાવિષ્ટ એન્ટી-ઓક્સિડેન્ટ એ ચહેરા પરના કાળા દાગ-ધબ્બા ને દૂર કરીને ચહેરા ને એક નવી ગ્લો આપે છે. જો તમે કાકડી ને ક્રશ કરી અને તેમા દહીં ઉમેરી આ પેસ્ટ ને તમારા ચેરા પર લગાવો અને ૧૦-૧૫ મિનીટ તમારો ચહેરો ધોઈ લો તો તમે એક સુંદર અને આકર્ષક ત્વચા મેળવી શકો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.