બોલીવુડના આ ૬ સિતારાઓએ ૩-૪ વખત લગ્ન કર્યા છે – ચોથુ નામ સૌનું ફેવરીટ છે
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગત એ એક એવી જગ્યા છે કે, જ્યા છૂટાછેડાના સમાચાર આવતા રહે છે પરંતુ, આશ્ચર્યજનક વાત એ છે કે, છૂટાછેડા હોવા છતા આ યુગલો એકબીજા ના ખુબ જ સારા મિત્રો હોય છે અને તે અવારનવાર પાર્ટીમા અથવા તો ડીનરમા મળતા રહેતા હોય છે. આ બાબત આશ્ચર્યજનક એટલા માટે છે કારણકે, સામાન્ય લોકોના જીવનમા આવુ ભાગ્યે જ બને કે છૂટાછેડા પછી પણ બે લોકો એકબીજાના સારા મિત્રો રહે છે.
બોલિવૂડ ફિલ્મજગતમા હાલ એક થી વધુ લગ્ન કરવા એ હવે ફેશન બની ચુકી છે. એવા ખુબ જ ઓછા યુગલો છે કે, જે લાંબા સમયથી શાદીશુદા છે અને આજે પણ એક સુખી જીવન વ્યતીત કરી રહ્યા છે. આજે આ લેખમા આપણે બોલીવૂડ ફિલ્મજગત ના અમુક એવા કલાકારો વિશે માહિતી મેળવીશુ કે, જેમણે એક કરતા પણ વધુ વખત લગ્ન કરેલા છે.
કિશોર કુમાર :
આ કલાકાર તેમના જીવનમા ચાર વખત લગ્નના સંબંધે જોડાયો હતો. તેમણે પહેલા બંગાળી અભિનેત્રી અને ગાયક રૂમ ગુહા ઠાકુરતા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ મધુબાલા એ તેમના બીજા પત્ની હતા. તેમના અવસાન પછી તેમણે વર્ષ ૧૯૭૬ માં યોગિતા બાલી સાથે લગ્ન કર્યા પરંતુ, પરસ્પર મતભેદોના કારણે લગ્નના ત્રણ વર્ષ પછી બંને છૂટાછેડા લઈને અલગ થયા. ત્યારબાદ તેમણે બોલિવૂડ ફિલ્મજગતની સૌથી સુંદર અભિનેત્રી લીના ચંદ્રાવકર સાથે લગ્ન કર્યા.
સિદ્ધાર્થ રોય કપૂર :
આ દિગ્ગજ નુ નામ બોલિવૂડ ફિલ્મજગત ના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાં જોવા મળે છે. તેમણે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. સિધ્ધાર્થ સાથે લગ્ન કરીને વિદ્યાએ ખુબ જ મોટી સમાચારની હેડલાઇન્સ બનાવી હતી. વિદ્યા એ સિદ્ધાર્થ ની ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેના બાળપણના મિત્ર સાથે થયા હતા. જ્યારે બીજા લગ્ન તેણે એક ટેલિવિઝન નિર્માતા સાથે કર્યા હતા.
સંજય દત્ત :
માન્યતા દત્ત એ સંજય ની ત્રીજી પત્ની છે. તેમની પહેલી પત્ની નુ નામ રિચા શર્મા હતુ, જેમનુ બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ થયુ હતુ. આ પછી તેમણે રિયા પિલ્લૈ સાથે લગ્ન કર્યા પરંતુ, આ લગ્ન પણ તૂટી પડ્યા. ત્યારબાદ વર્ષ ૨૦૦૮ મા માન્યતા એ સંજય ની ત્રીજી પત્ની બની.
કરણસિંહ ગ્રોવર :
આ ટેલીવિઝન અભિનેતાએ હાલ બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. આ પહેલા તેણે શ્રદ્ધા નિગમ અને જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યાં હતાં. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા નિગમ એ કરણની પહેલી પત્ની હતી. બંનેએ લવ મેરેજ કર્યાં હતા પરંતુ, તેમનુ લગ્નજીવન માત્ર ૧૦ મહિના ચાલ્યું હતું, ત્યારબાદ તેમણે જેનિફર વિન્જેટ સાથે લગ્ન કર્યાં પરંતુ, વર્ષ ૨૦૧૪ મા કોઈ અંગત કારણોસર બંને છૂટાછેડા લઈને અલગ થયા ત્યારબાદ તેમણે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા.
નીલિમા અજીમ :
આ બોલિવૂડ અભિનેત્રીએ એક નહીં પરંતુ, ચાર લગ્ન કર્યા છે. તે ચાર જુદા-જુદા લોકોની પત્ની રહી ચુકી છે. તેણીના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા. તેની સાથે છૂટાછેડા લીધા પછી તેણે રાજેશ ખટ્ટર સાથે બીજી વાર લગ્ન કર્યા. થોડા સમય બાદ તે બંનેના પણ છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ તેણીએ તેના બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાન ને તેના જીવનસાથી બનાવ્યા.
અદનાન સામી :
આ કલાકાર બોલિવૂડ ફિલ્મજગતનો લોકપ્રિય ગાયક છે. તેમણે પહેલા પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા. આ બંનેના લગ્ન વધુ લાંબા સમય સુધી ચાલ્યા ના હતા. લગ્નના ત્રણ વર્ષ પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમણે દુબઈ સ્થિત યુવતી સાબા ગલાદરી સાથે લગ્ન કર્યા. આ બંનેના બીજા લગ્ન હતા. દુર્ભાગ્યે તેમના આ લગ્ન પણ દોઢ વર્ષ પછી તૂટી ગયા. આ પછી, વર્ષ ૨૦૧૦ મા રોય ફરીયાબી સાથે ત્રીજા લગ્ન કર્યા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.