ગોવિંદાસાથેની હીટ જોડી વાળી નીલમ એક સમયે લાખોની ફેવરીટ હતી – અત્યારે જોશો તો ઓળખી નહિ શકો
મિત્રો, જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ-તેમ વધુને વધુ અભિનેત્રીઓ બોલિવૂડ ફિલ્મજગત ના અનેકવિધ કલાકાર પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે, હાલમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ખૂબ જ ઓછા સમયમા પોતાના અભિનયથી લાખો દર્શકોનું દિલ જીતી લીધું છે પરંતુ, જો આપણે ૮૦-૯૦ ના દશકાની વાત કરીએ તો, આ સમય દરમિયાન સુંદર અભિનેત્રીઓ ની કોઈ કમી નહોતી, ૮૦-૯૦ ના દાયકામા એક થઈ એક ચડિયાતી અભિનેત્રીઓ હતી જેમણે લાખો લોકોને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન અને સુંદરતાથી આકર્ષ્યા હતા.
જો જૂના જમાનાની અભિનેત્રીઓની વાત કરીએ તો તેમા નીલમ કોઠારી નુ નામ પણ છે, નીલમ તે સમયની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી, તેણે બોલિવૂડ ફિલ્મજગતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, આ પછી તેણે બોક્સ ઓફીસ પર ઘણી મોટી ફિલ્મો આપી છે, તેણે ઘણાબધા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.
જ્યારે તેણે બોલીવુડ ફિલ્મજગતમા પોતાની પહેલી ફિલ્મ આપી ત્યારે તે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત થઈ, તેણે પોતાની પહેલી ફિલ્મ દ્વારા ફિલ્મજગતમા ખુબ જ સારુ નામ કમાવ્યું, ત્યારબાદ તેને ફિલ્મોની ઓફર આવવાની શરૂઆત થઈ, તેણે ગોવિંદા સાથેની ફિલ્મ અલઝામમાં શ્રેષ્ઠ કામ કર્યું તેની લોકપ્રિયતા વધુ વધી, ગોવિંદા સાથેની તેમની જોડીને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ આવી અને તેમણે તેમની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, ગોવિંદા સાથેની તેમની ફિલ્મો મોટાભાગ ની ફિલ્મો સફળ રહી.
અભિનેત્રી નીલમે તેના જમાનામાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, તેણે મિથુન ચક્રવર્તી, ચંકી પાંડે, જેકી શ્રોફ, સલમાન ખાન, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ગોવિંદા, અભિનેત્રી નીલમ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. ફિલ્મોના કારણે તે ઘણી બધી હેડલાઇન્સ બનાવતી હતી, પરંતુ તેની ફિલ્મી કરિયર સિવાય નીલમ પણ તેના અંગત જીવનને લઈને ઘણા બધા સમાચારની હેડલાઇન્સ માં રહેતી હતી, એવું કહેવામાં આવે છે કે બોબી દેઓલ સાથે અભિનેત્રી નીલમનું અફેર ચાલતું હતું, પરંતુ તેનો પ્રેમ આ સિરીઝ લાંબા સમય સુધી ટકી ન હતી અને પછી તેમના પ્રેમ સંબંધો તૂટી ગયા હતા, નીલમનું નામ બોબી દેઓલ પહેલા અભિનેતા ગોવિંદા સાથે પણ જોડાયેલું હતું અને ટૂંક સમયમાં જ બંનેના લગ્ન કરશે તેવા સમાચાર મળી રહ્યા હતા, પરંતુ આવું કશું થયું નથી.
અભિનેત્રી નીલમે તેની ફિલ્મી કારકીર્દિમાં નામ કમાવ્યું અને તે બોલિવૂડ ઉદ્યોગની એક સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક બની ગઈ, નીલમે વર્ષ ૨૦૦૦ માં યુકે સ્થિત ઉદ્યોગપતિ ઋષિ સેઠીયા સાથે લગ્ન કર્યા પરંતુ, તેનું લગ્નજીવન લાંબો સમય ટકી શક્યું નહીં અને તેમનાં લગ્ન થોડા વર્ષોમાં જ સમાપ્ત થઈ ગયાં, અભિનેત્રી નીલમ અને ઋષિ સેઠીયાના છૂટાછેડા થઈ ગયા, જ્યારે અભિનેત્રી નીલમ તેના પહેલા પતિથી છૂટાછેડા લઇ ત્યારબાદ તેણે અભિનેતા સમીર સોની સાથે વર્ષ ૨૦૧૧ માં લગ્ન કર્યા.
અભિનેત્રી નીલમ હવે ફિલ્મોથી દૂર થઈ ગઈ છે અને તે પોતાના પારિવારિક જીવનમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે, હાલ તે પોતાની જ્વેલરી બ્રાન્ડ ચલાવી રહી છે. નીલમ અને સમીરે લગ્નના ૨ વર્ષ પછી એક બાળકી અહાનાને દત્તક લીધી હતી. તે હાલ તેના પરિવારની સંભાળ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. તે તેના રમતિયાળ સ્વભાવ અને સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે અને તેની સુંદરતાના લાખો દર્શકો દીવાના હતા પરંતુ, જો આપણે હાલના સમયની વાત કરીએ તો પહેલા અને હવે નીલમનો દેખાવ ઉંમરમાં ઘણો ફરક છે, ઉંમરની અસર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.