પોતાના જ લગ્નમાં દુલ્હનનો ચહેરો જોઇને રડવા લાગેલા અનીલ કપૂર – આ વિચિત્ર ઘટના ઘણાને નહિ ખબર હોય

મિત્રો, અનિલ કપૂર નુ નામ બોલીવુડ ફિલ્મજગત ના એ કલાકારોમા શામેલ છે કે, જે સમય જતા વધુ હેન્ડસમ બની રહ્યા છે. આ ઉપરાંત તે એક શ્રેષ્ઠ અભિનેતા પણ છે, આ બાબતમા કોઈપણ બેમત નથી. ૬૩ વર્ષની ઉંમરે પણ તેમનુ એનર્જી લેવલ યુવાવર્ગ ને હંફાવી દે તેટલુ છે. અનિલ કપૂર ને જોઇને કોઈ એમ ના કહી શકે કે, તે બે પુત્રીઓ સોનમ અને રિયા કપૂર નો પિતા છે.

image source

આજે આપણે આ લેખમા આ દિગ્ગજ કલાકાર વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણકે, હાલ થોડ સમાય પહેલા જ તેમણે પોતાના લગ્ન ની ૩૬ મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, વર્ષ ૧૯૮૪ મા અનિલે સુનિતા સાથે લગ્ન કર્યા હતા. વર્ષગાંઠ નિમિત્તે અનિલ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેમના લગ્નની રસપ્રદ યાદો તાજી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

આ ફોટોગ્રાફ્સ શેર કરતા તેણે લખ્યું કે, ૧૯ મે એ કેવી રીતે તેમના જીવન નો શ્રેષ્ઠ દિવસ બની ગયો. આ દિવસે મે સુનિતા ને પ્રપોઝ કર્યું અને તેણી સામે મારી પત્ની બનવા માટેનો પ્રસ્તાવ મુક્યો. અમારા લગ્ન ઘણીવાર મોકૂફ થઈ કારણકે, હુ એવુ ઇચ્છતો હતો કે, હુ તેણીની તે સાર-સંભાળ રાખી શકુ, જે તે ડિઝર્વ કરે છે. હુ એટલુ જ ઈચ્છતો હતો કે, હુ કમ સે કમ તેના માટે ઘર ખરીદી શકુ અને ઘરમા એક રસોઈયો રાખી શકુ.

image source

તે આગળ જણાવે છે કે, “ ઘણી મુશ્કેલીઓ પછી અમે ૧૯ મે ના રોજ વૈવાહિક સંબંધે જોડાયા. મને હજી પણ યાદ છે, જ્યારે હુ તેના ઘરે ગયો અને જ્યારે તેણી હસતી હતી તે જોઇને મારી આંખોમા આંસુ આવી ગયા. આ આંસુ ખુશી અને ગભરાટ બંનેના કારણે આવ્યા હતા. અમારા લગ્ન એક દિવસની તૈયારીમાં હતા. અમારા લગ્ન એટલા બધા ભવ્ય ના હતા કે અમે હનીમૂન પર પણ ગયા નહોતા, જેના કારણે તે હજી પણ મને ચીડવે છે પરંતુ, આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અને અવિસ્મરણીય સમય હતો.

image source

પોતાની વાતને આગળ વધારતા તે લખે છે કે, “ઘણા લોકોએ એવી આગાહી કરી હતી કે, આટલા વહેલા લગ્ન કરવા એ મારી કારકિર્દી માટે ખરાબ સાબિત થશે પરંતુ, હુ મારા જીવનનો એકપણ દિવસ સુનીતા વિના રહેવા ઈચ્છતો નહોતો. મારા માટે ક્યારેય પણ એવો સમય નહોતો આવ્યો કે મારે મારા પ્રેમ અને મારી કારકિર્દીમાંથી કોઈપણ એક વિકલ્પ ની પસંદગી કરવી પડે. મારા માટે આ બંને જ એકસમાન મહત્વ ધરાવે છે.

image source

અનિલ કપૂરની આ પોસ્ટ ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામા આવી રહી છે અને તેઓ તેમને વર્ષગાંઠ પર અભિનંદન પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અનિલ કપૂર ની પત્ની સુનીતા ખૂબ જ ગ્લેમરસ હોવા છતાપણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહે છે. અનિલની જેમ સુનિતા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અનિલ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પોતાના બાયસેપ્સ ફ્લોન્ટ કરતા નજરે જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita)


image source

હવે જો તેમના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લે આ અભિનેતા ફિલ્મ મલંગમા જોવા મળ્યો હતો. આમા તે પોલીસ અધિકારી બન્યો. લોકોને આ ફિલ્મમા તેનું કામ ખુબ જ ગમ્યું. મોહિત સુરીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!