બોલીવુડમાં સુપર ફ્લોપ હતી આ અભિનેત્રી – આર્મીમેનને લગ્ન કરીને આ રીતે રાતોરાત ૬૦૦ કરોડની માલકિન બની
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગત એક એવી જગ્યા છે કે જ્યા ઘણી અભિનેત્રીઓ આવે છે પ્રખ્યાત થાય છે અને પછી એકાએક અંધકારમાં ખોવાઈ જાય છે. આવી અભિનેત્રી ને ફિલ્મ ઉદ્યોગમા ‘વન ફિલ્મ અભિનેત્રી’ તરીકે ઓળખવામા આવે છે એટલે કે, એવી અભિનેત્રીઓ કે જેમણે ફક્ત થોડીક જ ફિલ્મો કરી અને એકાએક અદ્રશ્ય થઈ ગઈ. આવી જ સ્થિતિ ટ્યૂલિપ જોશીની પણ છે. જો તમને આ નામ અજાણ્યુ લાગે છે તો પછી વર્ષ ૨૦૦૨ મા આવેલી ફિલ્મ “મેરે યાર કી શાદી હૈ” યાદ કરો. આ ફિલ્મમા ઉદય ચોપરા અને જિમ્મી શેરગિલ તથા બિપાશા બાસુ સાથે આ અભિનેત્રી પણ જોવા મળી હતી.
આ અભિનેત્રી હાલ પ્રવર્તમાન સમયમા બોલિવૂડ ફિલ્મજગતથી સદંતર ગાયબ જ થઈ ચુકી છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૯ મા મુંબઇમા જન્મેલ ટ્યૂલિપ જોશી એક ગુજરાતી પરિવારમાથી આવે છે. તેમના પિતા ગુજરાતી છે જ્યારે માતા અરમેનીયન. આ અભિનેત્રીએ ફૂડ અને વિજ્ઞાનમા ગ્રેજ્યુએશન કર્યુ છે. આ અભિનેત્રી ની ફિલ્મી કારકિર્દી કઈ વિશેષ રહી નથી. વર્ષ ૨૦૦૦ મા તેણે મિસ ઈન્ડિયામા ભાગ લીધો હતો પરંતુ, તે આ સ્પર્ધા જીતી શકી નહોતી.
ભલે તે સ્પર્ધા ના જીતી શકી પરંતુ, આ સમયે લોકો તેનાથી પ્રભાવિત ચોક્કસપણે થયા હતા. ત્યારબાદ તેણે મોડેલિંગ અને જાહેરાત શરૂ કરી. ત્યારબાદ વર્ષ ૨૦૦૨ મા તેને યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ થી મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી.
આ પછી આ અભિનેત્રીને શાહિદ કપૂર સાથે ની ફિલ્મ ‘દિલ મંગે મોરે’ મા કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તેની સાથે સોહા અલી ખાન અને આયેશા ટાકિયા પણ હતા પરંતુ, કમનસીબે આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. આ પછી તેણે ‘મિશન ૯૦ ડેઝ’, ‘કભી કહિં સુપરસ્ટાર’, ‘ધોખા’, ‘રનવે’, ‘ડેડી કૂલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે આ બધી ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. આ સિવાય તે વર્ષ ૨૦૧૩ માં સલમાન ખાનની જય હો ફિલ્મમાં વિશેષ અતિથિ તરીકે પણ જોવા મળી હતી. આ ઉપરાંત તેની ટીવી સીરિયલ એરલાઇન્સ પણ ફ્લોપ થઈ.
તેણીની આખી ફિલ્મ કારકિર્દીમા ફક્ત એક જ ફિલ્મ હતી, જે પ્રેક્ષકો અને ફિલ્મ વિવેચકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. વર્ષ ૨૦૦૩ મા ‘માતૃભૂમિ: એક રાષ્ટ્ર વિનાની મહિલા’ ફિલ્મમા તેણીએ કલ્કી નામની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેણે એક સાથે પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા છે. આ ફિલ્મમા તેણીના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
ફિલ્મી કરિયર ખૂબ વિશેષ ના રહેતા તેમણે કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કરી લીધા. લગ્ન પહેલા બંને ઘણા સમયથી લિવ-ઇનમા પણ રહેતા હતા. વિનોદ છ વર્ષ ઇન્ડિયન આર્મી માં હતો. તેમણે પ્રખ્યાત નવલકથા ‘પ્રાઈડ ઓફ લાયન્સ’ પણ લખી છે. તે પંજાબ રેજિમેન્ટની ૧૯ મી બટાલિયનમાં હતો. વર્ષ ૨૦૦૭ મા તેમણે પોતાની એક તાલીમ અને વ્યવસ્થાપન સલાહકાર કંપની શરૂ કરી. હાલમા ટ્યૂલિપ તેના પતિ સાથે મળીને તેની કંપની ચલાવી રહી છે. આ કંપનીની કિંમત આશરે ૬૦૦ કરોડ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.