જયારે બધાની વચ્ચે ઐશ્વર્યાએ સસરાની આવી મસ્તી કરી દીધેલી – બચ્ચને ક્રોધિત થઈને જે કર્યું એ વાંચવા જેવું છે
મિત્રો, હાલ સમગ્ર દેશમા લોકડાઉન ને કારણે તમામ ફિલ્મ નુ શૂટિંગ અટકાવી દેવામા આવ્યુ છે પરંતુ, ચાહકોના મનોરંજનની કોઈ કમી નથી. આ સમય દરમિયાન કલાકારો પોતે જ પોતાના મસ્તી ભરેલા ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમની કેટલીક જૂની અને લોકપ્રિય તસવીરો અને વીડિયો ફરી ચાહકોની સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભ બચ્ચન નો એક જૂનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિશેષતા એ હતી કે, એશ વારંવાર અમિતાભને ગળે લગાવી રહી હતી અને હસતી હતી. આ અંગે અમિતાભે જે પ્રતિક્રિયા આપી હતી તે ઘણી ચર્ચામાં હતી.
આ વાત વર્ષ ૨૦૧૬ ના એવોર્ડ ફંક્શન ની છે. આ એવોર્ડ શો મા અમિતાભ એશ ની સાથે એવોર્ડ લેવા માટે પહોંચ્યા હતા. એવોર્ડ લીધા પછી અમિતાભ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એશ પણ ત્યા આવી પહોંચી હતી. અમિતાભ ને એવોર્ડ મળવાથી એશ એટલી ઉત્સાહિત હતી કે, તે તેમને વારંવાર ગળે લગાવી રહી હતી અને હસી રહી હતી. સામાન્ય રીતે આવા પ્રસંગોમા તે એકદમ શાંત જોવા મળે છે પરંતુ, આ એવોર્ડ શો દરમિયાન તે ખૂબ જ ઉત્સાહિત હતી.
અમિતાભ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા અને એશ હસતી રહેતી હતી. આ સમયે અમિતાભે તેમને ઠપકો આપ્યો હતો કે, આરાધ્યા ની જેમ વર્તન કરવાનુ બંધ કરો. તેમછતા પણ એશ પોતાનુ હાસ્ય રોકી નહોતી શક્તિ. અહી નોંધપાત્ર વાત એ છે કે, એશ તેની સાસુ જયા કરતા અમિતાભ ની વધુ નજીક છે. જ્યારે બિગ બી એ તેને એક એવોર્ડ શો દરમિયાન આ એવોર્ડ આપ્યો ત્યારે એશે અમિતાભના પગે પડી તેમના આશીર્વાદ લઈને આ એવોર્ડ બદલ તેમનો આભાર માન્યો.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઘણીવાર તેના સુંદર ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામા રહી છે. વર્ષ ૨૦૧૬ ના કોન ફેસ્ટિવલ દરમિયાન એશની કેટલીક ફોટોસ ચર્ચા ની વિષય બની હતી. એશે કોનના કાર્પેટ પર એક ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો પરંતુ, તેણે જાંબલી રંગ ની લિપસ્ટિક લગાવી હતી. આનાથી તેના હોઠ ખૂબ વિચિત્ર દેખાતા હતા. આ લુક માટે એશ ને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તે સમયે બિગ બી તેની પુત્રવધૂના બચાવ માટે સામે આવ્યા હતા.
તે સમયે અમિતાભે ટ્રોલરો ને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, આમાં ખોટું શું છે? બિગ બી એ કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા એ દરેક વ્યક્તિને બોલવાની તક આપે છે એટલે દરેક વ્યક્તિએ આ તક નો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો. તમને જણાવી દઇએ કે, જ્યારે પણ ઐશ્વર્યા પર કોઈ વિવાદ થાય છે ત્યારે સસરા અમિતાભ અને સાસુ જયા બંને તેમની પુત્રવધુ ની વિરુદ્ધ બોલનારા લોકો સામે લડે છે. બચ્ચન પરિવાર હમેંશા એકસાથે બધા તહેવારોની ઉજવણી કરે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.