ખુબ જ સુંદર છે સન્ની દેઓલની પત્ની પૂજા – ૩૬ વર્ષે ચોરી છુપીથી લગ્ન કરેલા, જુવો તસવીરો
મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ફિલ્મ કલાકારો સાથે જોડાયેલી કેટલીક જૂની વાર્તાઓ અને તેનાથી સંબંધિત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમા જ ધર્મેન્દ્ર ની મોટી પુત્રવધૂ પૂજા દેઓલ ની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. જે લોકોને ખ્યાલ ના હોય તેમને જણાવી દઈએ કે, પૂજા એ સની દેઓલ ની પત્ની છે પરંતુ, તે લાઈમલાઈટ થી હમેંશા દૂર રહે છે. તેના કારણે જ તેમના ફોટોસ મીડિયામા ભાગ્યે જ જોવા મળે છે.
પૂજા ખૂબ જ સુંદર છે. તેણીના ફોટોસ જોઇને તમે પણ આશ્ચર્યચકીત થઇ જશો કારણકે, તે કોઈ હિરોઈનથી કમ નથી દેખાતી. તે હમેંશા લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ, તાજેતરમાં તે તેના પુત્ર સાથે દેખાઇ હતી. કરણ ની પહેલી ફિલ્મ “પલ પલ દિલ કે પાસ” નુ પ્રીમિયર રાખવામા આવ્યુ હતુ, જેના કારણે પૂજા તેના પરિવાર સાથે તેમાં જોડાઈ હતી. આ સમય દરમિયાનની પૂજાની આ તસવીરો હાલ ખુબ જ વાયરલ થઈ રહી છે.
અત્રે નોંધપાત્ર વાત એ છે કે, સની દેઓલે તેની અભિનયના આધારે ફિલ્મોમાં જબરદસ્ત ઓળખ મેળવી હતી. તે ફિલ્મોના કારણે ચાહકોનો ખુબ જ પ્રિય છે તેમજ તે સોશિયલ મીડિયા પર પણ પોતાના ચાહકોની સાથે જોડાયેલા રહે છે. જો કે, સની તેની પત્ની પૂજા સાથે ખૂબ જ ઓછી તસવીરો શેર કરે છે. એવું કહેવામાં આવે છે કે, સનીને પોતાનું અંગત જીવન કોઈની સાથે શેર કરવાનું પસંદ નથી. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, પૂજા અને સનીના લગ્નના સમાચારો પણ ઘણા સમયથી મીડિયાથી છુપાયેલા હતા.
સનીએ ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા જ પૂજા સાથે વર્ષ ૧૯૮૪ માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ને હાલ ૩૬ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. સની જ્યારે સ્ક્રીન પર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે, તે પરણી ચુક્યો છે. આવી સ્થિતિમા જ્યારે લોકોને તેના લગ્ન વિશેની જાણ થઇ ત્યારે તેમને ખુબ જ આશ્ચર્ય થયું. લગ્નના સમાચાર બહાર આવ્યા પછી પણ પૂજા મીડિયાથી શક્ય તેટલુ અંતર જ બનાવીને રાખે છે.
તાજેતરમાં જ પૂજા ની ફોટો તે સમયે જોવા મળી જ્યારે તેમના પુત્ર અને અભિનેતા કરણ દેઓલે મધર્સ ડે પર પોતાની માતા સાથે નો બાળપણનો ફોટો શેર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ધર્મેન્દ્ર એ ખુદ સની ના લગ્નની વાત મીડિયા સમક્ષ છુપાવી હતી. સનીની ફિલ્મ બેતાબ રીલિઝ થવાની હતી અને તે દિવસોમાં ધર્મેન્દ્રને ડર હતો કે, જો સની ના લગ્નની વાત સામે આવે તો તેમની રોમેન્ટિક છબી ખરાબ ના થઇ જાય. તે સમયે પરિણીત અભિનેતાઓ અને અભિનેત્રીઓ ની કારકિર્દી ઝડપથી ડૂબી જતી હતી.
પૂજા લગ્ન પછી લાંબા સમય સુધી લંડનમાં રહી હતી. સની ગુપ્ત રીતે પૂજા ને મળવા લંડન જતો હતો. સની ના લગ્નના સમાચારો અખબારોમાં છપાયા હતા ત્યારે પણ તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો. જોકે થોડા સમય પછી સનીએ આ બાબતોને સાચી કહી હતી, પરંતુ આજે પણ તે પોતાની પત્ની અને લગ્ન જીવન સાથે જોડાયેલી વાતોને ખાનગી રાખે છે. હાલમાં, સની તેની પત્ની અને બાળકો સાથે લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહ્યો છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.